Tuesday, November 11, 2025
Google search engine
HomeNewsBusinessપહેલી જ વાર કેન્દ્રિય-બજેટ પ્રિન્ટેડ દસ્તાવેજો-વિહોણું હશે

પહેલી જ વાર કેન્દ્રિય-બજેટ પ્રિન્ટેડ દસ્તાવેજો-વિહોણું હશે

નવી દિલ્હીઃ આઝાદ ભારતના ઈતિહાસમાં પહેલી જ વાર, આ વખતે એવું બનશે કે કેન્દ્રિય બજેટ સંપૂર્ણપણે પેપરલેસ હશે એટલે કે દસ્તાવેજો-વિહોણું હશે. હાલ કોરોના વાઈરસ રોગચાળો ફેલાયો હોવાને કારણે પ્રથામાં આ મહત્ત્વનો ફેરફાર કરાયો છે. એવો અહેવાલ છે કે આ માટે કેન્દ્ર સરકારને સંસદના બંને ગૃહ તરફથી પરવાનગી મળી ગઈ છે.

બજેટનું પ્રિન્ટિંગ કરવામાં આશરે 100 કર્મચારીઓની જરૂર પડે, જેમણે દસ્તાવેજો છપાઈ જાય, સીલ કરા અને બજેટ પૂર્વેના દિવસે ડિલીવર ન કરાય ત્યાં સુધીની કામગીરી પૂરી કરવા માટે એક પખવાડિયા સુધી સાથે પ્રિન્ટિંગ પ્રેસમાં જ રહેવું પડે. પરંતુ આ વખતે કોરોના ચેપ ફેલાયો હોવાને કારણે નાણાં મંત્રાલયનું કહેવું છે કે 100 જણને એક પખવાડિયા સુધી પ્રિન્ટિંગ પ્રેસમાં રાખી શકાય એમ નથી. તે છતાં, બજેટ દરખાસ્તોની સોફ્ટ કોપીઓ ઉપલબ્ધ કરાશે. તમામ સંસદસભ્યોને બજેટની સોફ્ટ કોપીઓ આપવામાં આવશે. બજેટ આવતી 1 ફેબ્રુઆરીએ સંસદમાં રજૂ કરાશે. બજેટ સત્ર 29 જાન્યુઆરીથી 8 એપ્રિલ સુધી – બે ભાગમાં યોજાશે. પહેલો ભાગ 29 જાન્યુઆરીથી 15 ફેબ્રુઆરી સુધી અને બીજો ભાગ 8 માર્ચથી 8 એપ્રિલ સુધી યોજાશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular