Tuesday, May 20, 2025
Google search engine
HomeNewsBusinessઅનલોક-1માં ઉદ્યોગ-ધંધા ખૂલ્યા; રોજગાર દરમાં થયો વધારો

અનલોક-1માં ઉદ્યોગ-ધંધા ખૂલ્યા; રોજગાર દરમાં થયો વધારો

નવી દિલ્હીઃ આર્થિક મોર્ચા પર દેશ માટે એક રાહતના સમાચાર સામે આવ્યા છે. જીએસટી નિકાસમાં તેજી બાદ હવે રોજગારના દરમાં વધારો થઈ રહ્યો છે. 14 જૂનના રોજ સમાપ્ત સપ્તાહમાં રોજગારના દરમાં 7 જૂનના રોજ સમાપ્ત થયેલા સપ્તાહના મુકાબલે 3.3 ટકા વધારો નોંધવામાં આવ્યો છે. 14 જાન્યુઆરીના રોજ સમાપ્ત થયેલા સપ્તાહમાં 39.5 ટકા સ્તરથી પણ ઓછો છે. આ પહેલા સપ્તાહમાં આ દર 32.4 ટકા હતો. આ સ્તર ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહમાં 39.5 ટકાના સ્તરથી પણ ઓછો છે.

એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, લોકડાઉન દરમિયાન જે લોકોની નોકરી જતી રહી હતી તેમને ધીમે-ધીમે નોકરી મળી રહી છે. જો કે, બેરોજગારી દર હજી ઓછો છે પરંતુ 25 માર્ચના રોજ લોકડાઉન બાદ રોજગારી દરથી સ્થિતિમાં ખૂબ સુધારો આવ્યો છે. લોકડાઉન બાદના સપ્તાહમાં રોજગારના દરમાં 10 ટકા જેટલો ઘટાડો નોંધાયો હતો. ગત 29 માર્ચના રોજ રોજગારી દર 29 ટકા હતો કે 19 એપ્રીલના રોજ સમાપ્ત સપ્તાહ દરમિયાન 26.1 ટકા થઈ ગયો હતો. સીએમઆઈઈ અનુસાર જો 35.7 ટકા રોજગાર દર છે તો આનો અર્થ એ થયો કે, દેશમાં 14 વર્ષથી વધારે ઉંમર વાળા લોકો પાસે રોજગાર છે.

સીએમઆઈઈના રિપોર્ટ અનુસાર શહેરી વિસ્તાર અનુસાર ગ્રામીણ વિસ્તારમાં રોજગારમાં રિકવરી સારી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, ગત એક જૂનથી ચરણબદ્ધ રીતે સરકાર અર્થવ્યવસ્થા ખોલી રહી છે જેની અસર આવનારા સપ્તાહમાં દેખાશે. સીએમઆઈઈના રિપોર્ટ અનુસાર 14 જૂનના રોજ સમાપ્ત સપ્તાહ દરમિયાન લેબર પાર્ટિશિપેશન રેટ 40.4 ટકાના સ્તર પર પહોંચી ગયો કે જે લોકડાઉન પહેલાના સ્તરથી થોડો ઓછો છે. લોકડાઉન પહેલા એલપીઆર 42.7 ટકા હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular