Saturday, July 5, 2025
Google search engine
HomeNewsBusinessબીએસઈ-એસએમઈ પર વધુ બે કંપની લિસ્ટ થઈ

બીએસઈ-એસએમઈ પર વધુ બે કંપની લિસ્ટ થઈ

મુંબઈ તા. 13 જુલાઈ, 2022: બીએસઈ એસએમઈ પર 382મી કંપની બી-રાઈટ રિયલ-એસ્ટેટ લિમિટેડ અને જયંત ઈન્ફ્રાટેક લિમિટેડ 383મી કંપની તરીકે લિસ્ટ થઈ છે. 

બી-રાઈટ રિયલ-એસ્ટેટ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 28,99,200 ઈક્વિટી શેર્સ રૂ.153ની કિંમતે ઓફર કરીને રૂ.44.36 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 5 જુલાઈ, 2022ના રોજ સંપન્ન થયો હતો. 

બી-રાઈટ રિયલ-એસ્ટેટ લિમિટેડ મહારાષ્ટ્ર સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ મુંબઈ ખાતે છે. કંપની બાંધકામ અને રિયલ એસ્ટેટ ડેવલપમેન્ટ ક્ષેત્રે છે. કંપની મુખ્યત્વે આવાસ અને વેપારી પ્રોજેક્ટ્સ હાથ ધરે છે, કંપની ઈન્ટિગ્રેટેડ કંસ્ટ્રક્શન કંપની છે, જે શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત બાંધકામ કરે છે.

જયંત ઈન્ફ્રાટેક લિમિટેડએ રૂ.10ની મૂળ કિંમતના 9.24 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.67ની કિંમતે ઓફર કરીને રૂ.6.19 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 5 જુલાઈ, 2022ના રોજ સંપન્ન થયો હતો. 

જયંત ઈન્ફ્રાટેક લિમિટેડ છત્તીસગઢ સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ બિલાસપુર ખાતે છે. કંપની મુખ્યત્વે રેલવે ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટનું કામ કરે છે. તે ટેકનોલોજી આધારિત કંપની છે. કંપની રેલવે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સનું ઈલેક્ટ્રિફિકેશનનું કામ કરે છે.કંપની 25 કેવી, 50 હર્ડ્ઝ સિંગલ ફેશ ટ્રેક્શન ઓવરહેડ ઈક્વિપમેન્ટ પૂરાં પાડે છે.

 બી-રાઈટ રિયલ-એસ્ટેટ લિમિટેડ અને જયંત ઈન્ફ્રાટેક લિમિટેડની લીડ મેનેજર મુંબઈ સ્થિત ગ્રેટેક્સ કોર્પોરેટ સર્વિસીસ લિમિટેડ હતી.

અત્યાર સુધીમાં 147 કંપનીઓ બીએસઈ એસએમઈ પરથી સ્થળાંતર કરી ગઈ છે. લિસ્ટેડ 381 કંપનીઓએ બજારમાંતી રૂ.4064 કરોડ એકત્ર કર્યા છે, જેનું માર્કેટ કેપિટલાઈઝેશન 12 જુલાઈ, 2022ના રોજ રૂ.51,214.28 કરોડ થયું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular