Thursday, May 22, 2025
Google search engine
HomeNewsBusinessવૈશ્વિક અર્થતંત્ર રિકવરીના પંથેઃ IMF MD

વૈશ્વિક અર્થતંત્ર રિકવરીના પંથેઃ IMF MD

વોશિંગ્ટનઃ ઇન્ટરનેશનલ મોનિટરી ફંડ દ્વારા ચાલુ વર્ષે વૈશ્વિક ગ્રોથ છ ટકા રહેવાની જાહેરાત કર્યાના એક દિવસ પછી IMFનાં મેનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટિન જ્યોર્જિવાએ કહ્યું હતું કે બીજા વિશ્વ યુદ્ધ બાદ હાલમાં છવાયેલી વૈશ્વિક મંદી પછી આર્થિક રિકવરીનું કામ ચાલી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે વિશ્વમાં લાખો લોકોના રસીકરણનું કામ થઈ રહ્યું છે, જ્યારે બીજી બાજુ અમેરિકામાં નીતિને ટેકો સાંપડી રહ્યો છે.

ગયા વર્ષે સરકારો દ્વારા અસાધારણ અને સહકારભર્યા પગલાં લેવામાં આવ્યાં હતાં. ગયા વર્ષે લેવાયેલા પગલાં વિના, નાણાકીય પગલાં વગર આર્થિક મંદી ત્રણ ગણી ખરાબ હતી- જે બીજી વધુ ઘેરી મંદી હતી, એમ તેમણે કહ્યું હતું.  જોકે ગાઢ અંધકારમાં પણ આશાનું કિરણ રહેલું છે, એમ તેમણે કહ્યું હતું.

હાલ આપણે નવા વાઇરસના સ્ટ્રેનને લીધે તણાવ અને નાણાકીય સ્થિતિમાં અનિશ્ચિતતાનો સામનો કરી રહ્યા છીએ અને એને લીધે નોકરી ગુમાવાની અનિશ્ચિતતા, નવું શીખવાનું નુકસાન, નાદારી, ગરીબી અને ભૂખમરા સાથે આર્થિક અસ્થિરતાનું જોખમ રહેલું છે, એમ તેમણે કહ્યું હતું.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular