Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsBusinessઆ રેસ્ટોરાંમાં વેઇટર ફૂડ નથી સર્વ કરતાં, પણ...

આ રેસ્ટોરાંમાં વેઇટર ફૂડ નથી સર્વ કરતાં, પણ…

ચેન્નઈઃ વિશ્વભરમાં રેસ્ટોરાં ફૂડને પીરસવા માટે વેઇટર રાખવામાં આવે છે, પણ તામિલનાડુના પાટનગર ચેન્નઈમાં એક એવી રેસ્ટોરાં ખૂલી છે, જ્યાં પીરસવા માટે એક પણ વેઇટર નથી. તમને લાગશે કે આ શું મોટી વાત છે, અહીં સેલ્ફ સર્વિસ હશે, પણ તમે સદંતર ખોટું વિચારી રહ્યા છો. અહીં ફૂડનું પીરસવા માટે રોબોટનો ઉપયોગ કરવામાં આવે છે.

આ રેસ્ટોરાં ચેન્નઈના મહાબલિપુરમ રોડ પર ખૂલી છે. આ રેસ્ટોરાં થાઈ અને ચાઇનીઝ ફૂડ ગ્રાહકોને પીરસે છે. અહેવાલ મુજબ આ દેશની પહેલી રોબોટ થિમ બેઝ્ડ રેસ્ટોરાં છે. આ રેસ્ટોરાં વેકન્ટેશ રાજેન્દ્રન અને કાર્તિક કાનન નામની વ્યક્તિઓએ સાથે મળીને શરૂ કરી છે.

આ રેસ્ટોરાંમાં દરેક ટેબલ પર ટેબ લગાવવામાં આવ્યા છે, જેના પર તમે તમારો ઓર્ડર આપવાનો છે, જે પછી ઓર્ડર કિચન સુધી પહોંચી જાય છ, જ્યાં ફૂડ બને છે. આ ડિશ બન્યા પછી હાજર રોબોટ એ ગ્રાહકના ટેબલ સુધી પહોંચાડી દે છે. આ બધા રોબોટ બેટરી ઓપરેટેડ છે આ રોબોટમાં સેન્સર્સ લાગેલાં છે.

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular