Friday, July 18, 2025
Google search engine
HomeNewsBusinessબજેટ પહેલાં શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 813 પોઇન્ટ ઊછળ્યો

બજેટ પહેલાં શેરબજારમાં તેજીઃ સેન્સેક્સ 813 પોઇન્ટ ઊછળ્યો

અમદાવાદઃ સ્થાનિક શેરબજારોમાં છેલ્લા બે ટ્રેડિંગ સેશનમાં થયેલો ઘટાડા પછી સપ્તાહના પ્રારંભે સોમવારે શેરોમાં જોરદાર તેજી થઈ હતી. સરકારે સંસદમાં બજેટ પહેલાં આર્થિક સર્વે રજૂ કર્યો હતો. નાણાપ્રધાને રજૂ કરેલા આર્થિક સર્વેમાં GDP 8-8.5 ટકા રહેવાનો અંદાજ વ્યક્ત કરવામાં આવ્યો હતો. જેથી બજેટ-2022 પહેલાં BSE સેન્સેક્સે 58,000ની અને નિફ્ટીએ 17,400ની સપાટી પાર કરી હતી.

બજારમાં ટ્રેડિંગ સેશનને અંતે 814 પોઇન્ટ ઊછળી 58,014.17ની સપાટીએ બંધ રહ્યો હતો. નિફ્ટી ઇન્ડેક્સે 238 પોઇન્ટ ઊછળી 17,339ના મથાળે બંધ રહ્યો હતો. લિસ્ટેડ કંપનીઓમાં તેજીને કારણે BSEમાં રૂ. ચાર લાખ કરોડથી વધુ વધ્યું હતું. જેથી રોકાણકારોએ આશરે રૂ. ચાર લાખ કરોડની કમાણીમાં વધારો થયો હતો.

નાણાપ્રધાને જે આર્થિક સર્વ રજૂ કર્યો હતો, તેમાં 2021-22માં શેરબજારમાં વધતા મૂડીરોકાણથી સંતોષ વ્યક્ત કરવામાં આવ્યો છે. બેન્કિંગ ક્ષેત્રમાં પર્યાપ્ત મૂડી હોવાનું જણાવવામાં આવ્યું છે. આ ઉપરાંત મોંઘવારી દર કાબૂમાં રહ્યાનું જણાવવામાં આવ્યું છે.

આ સાથે છેલ્લાં 10થી 12 વર્ષના આંકડા જણાવે છે કે બજેટ ડેએ બજારમાં તેજી રહે છે અને બજેટની જાહેરાતો પછી પણ બજારમાં તેજી રહે છે. બ્રોકરેજ હાઉસના અંદાજ મુજબ આવનારા નાણાકીય વર્ષમાં સરકારની ટેક્સની આવકમાં 14.1 ટકા રહેવાની અપેક્ષા છે. આ ઉપરાંત સરકારના ડિસઇન્વેસ્ટમેન્ટ અને ખાનગીકરણ પર ક્લિયર રોડમેપ દેખાશે. જેથી બજેટને હંમેશાં આર્થિક બુસ્ટર તરીકે જોવા મળે એવી શક્યતા છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular