Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsBusinessIT વિભાગે એક લાખ કરદાતાઓને નોટિસ ફટકારી

IT વિભાગે એક લાખ કરદાતાઓને નોટિસ ફટકારી

નવી દિલ્હીઃ દેશની વસતિની દ્રષ્ટિએ વિશ્વમાં પહેલા ક્રમાંકે પહોંચી ગઈ છે, પરંતુ આવકવેરો ભરવામાં ઘણો પાછલા ક્રમાંકે છે. દેશની વસતિ વધીને 142 કરોડે પહોંચી છે, પણ દેશમાં ગયા વર્ષ સુધી ખરેખર કેટલા લોકોએ આવકવેરો ચૂકવ્યો હશે.  આ વર્ષે 31 જુલાઈ પછી ITR ભરવા પર દંડ નહીં ભરવો પડે. જોકે એક નિયમ હેઠળ 31 જુલાઈ પછી ITR ફાઇલ કરવા પર પેનલ્ટી નહીં ચૂકવવી પડે.

જોકે આવકવેરા વિભાગે દેશના એક લાખ કરદાતાઓને ખોટી માહિતી આપવા બદલ નોટિસ ફટકારી છે, એમ નાણાપ્રધાને જણાવ્યું હતું. નાણાપ્રધાને 164મા દિવસે આ માહિતી આપી હતી. નાણાપ્રધાને જણાવ્યું હતું કે એક લાખ કરદાતાઓને નોટિસ મોકલવામાં આવી છે, જેમણે આવક જાહેર નથી કરી અથવા ઓછી બતાવી છે. આ સાથે જેમણે ITR ભરવા જરૂરી હતાં, પણ જેમણે હજી સુધી નથી ભર્યાં.

આકવકવેરા વિભાગ તરફથી પ્રાપ્ત આંકડા મુજબ 23 જુલાઈ સુધી ચાર કરોડ લોકોએ આ વર્ષે ITR ફાઇલ કર્યાં છે. વિભાગે જણાવ્યું હતું કે આ વખતે અત્યાર સુધી 80 લાખ લોકોને રિફંડ ઇસ્યુ કરવામાં આવ્યા છે.

જોકે આ પહેલાં આકારણી વર્ષ 2022-23 (હિસાબી વર્ષ 2021-22) માટે 740 લાખ રિટર્ન ભરાયાં હતાં, પરંતુ તેમાંથી 516 લાખ રિટર્નમાં કર જવાબદારી `શૂન્ય’ દર્શાવાઈ હતી. અર્થાત્ રિટર્ન ભરનારે કોઈ આવકવેરો ચૂકવવાનો ન હતો. માત્ર 224 લાખ લોકોએ આકારણી વર્ષ 2022-23 માટે શૂન્ય સિવાયની રકમ ભરવાપાત્ર આવકવેરા તરીકે દર્શાવી હતી.

સૌથી વધુ 39 લાખ બિન-શૂન્ય રિટર્ન મહારાષ્ટ્રમાંથી ભરાયાં હતાં. 19 લાખ રિટર્ન સાથે ઉત્તર પ્રદેશ બીજા ક્રમે આવે છે, જ્યારે તામિલનાડુમાંથી 18 લાખ બિન-શૂન્ય રિટર્ન ભરાયાં હતાં. માત્ર નવ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાંથી દસ લાખથી વધુ બિન-શૂન્ય રિટર્ન ભરાયાં હતાં. તેમાં ઉપરોક્ત રાજ્યો સિવાય કર્ણાટક, ગુજરાત, દિલ્હી, પશ્ચિમ બંગાળ, રાજસ્થાન અને તેલંગણાનો સમાવેશ થાય છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular