Tuesday, November 25, 2025
Google search engine
HomeNewsBusinessIC15 ઇન્ડેક્સ 702 પોઇન્ટ વધ્યો

IC15 ઇન્ડેક્સ 702 પોઇન્ટ વધ્યો

મુંબઈઃ ક્રિપ્ટો કરન્સી માર્કેટમાં સુધારો આગળ વધ્યો છે અને ફેબ્રુઆરી મહિનો આ માર્કેટ માટે સારો રહેશે એવી ધારણા છે.

આ સુધારા માટેનાં અનેક પરિબળોમાં એક પરિબળ અમેરિકામાં રોજગારીના સારા આંકડાઓ અને ઉત્પાદનની વૃદ્ધિ છે.

ભારતમાં વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ્સ પર કરવેરો લાદવાનું જાહેર થયું હોવાથી નિષ્ણાતો એવું માને છે કે આ એસેટ ક્લાસને હવે ભારતમાં કાનૂની માન્યતા મળી ગયા જેવી સ્થિતિ છે. આ કારણસર પણ કરન્સી માર્કેટમાં સુધારો થયો છે.

બીટકોઈન અને એથેરિયમ એ બંને મોટી ક્રિપ્ટોકરન્સીના નેતૃત્વ હેઠળ બીજી અનેક કરન્સીમાં સુધારો આગળ વધ્યો છે.

દરમિયાન, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી૧૫ ૧.૨૬ ટકા (૭૦૨ પોઇન્ટ) વધીને ૫૬,૫૭૬ પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ ૫૫,૮૭૪ ખૂલ્યા બાદ ઉપરમાં ૫૭,૧૯૯ અને નીચામાં ૫૫,૮૫૯ પોઇન્ટ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ
ખૂલેલો આંક ઉપલો આંક નીચલો આંક બંધ આંક
૫૫,૮૭૪ પોઇન્ટ ૫૭,૧૯૯ પોઇન્ટ ૫૫,૮૫૯ પોઇન્ટ ૫૬,૫૭૬ પોઇન્ટ

ડેટાનો સમયઃ ૨-૨-૨૨ની બપોરે ૪.૦૦ (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular