Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessIC15 ઇન્ડેક્સ 764 પોઇન્ટ ઘટ્યો

IC15 ઇન્ડેક્સ 764 પોઇન્ટ ઘટ્યો

મુુંબઈઃ રશિયા અને યુક્રેન વચ્ચેની તંગદિલીની અસર ઈક્વિટી અને ક્રીપ્ટોકરન્સી માર્કેટ પર હજી પણ હાવી રહેતાં બન્ને માર્કેટમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. સોમવારે ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ઘટાડો આગળ વધતાં ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો ક્રીપ્ટોકરન્સીનો વિશ્વનો પ્રથમ ઇન્ડેક્સ – આઇસી15 1.25 ટકા (764 પોઇન્ટ) ઘટીને 60,232 પોઇન્ટ બંધ રહ્યો હતો. આઇસી15 ઇન્ડેક્સ 60,996 ખૂલ્યા બાદ ઉપરમાં 61,503 અને નીચામાં 59,656 પોઇન્ટ ગયો હતો.

રશિયા-યુક્રેનના મુદ્દે અમેરિકન પ્રમુખ જો બાઇડને રશિયાના સમોવડા વ્લાદિમીર પુતિન સાથે ચર્ચા કર્યા બાદ જર્મનીના ચાન્સેલર ઓલાફ સ્કોલ્ઝ યુક્રેન ગયા હતા. તેમણે રશિયા દ્વારા આક્રમણ થતું અટકાવવા માટે રાજદ્વારી પ્રયાસ હાથ ધર્યા છે. બાઇડેન સરકારે ગમે તે ઘડીએ આક્રમણ થઈ શકે છે એવી ચેતવણી શુક્રવારે આપી હતી.

બિટકોઇન ફીયર ઍન્ડ ગ્રીડ ઇન્ડેક્સ ફીયરની શ્રેણીમાં રહ્યો હતો. બિટકોઇનનો ભાવ લગભગ એક ટકો તૂટ્યો હતો. આ જ રીતે ઈથેરિયમમાં 2 ટકાનો ઘટાડો થયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
60,996 પોઇન્ટ 61,503 પોઇન્ટ 59,656 પોઇન્ટ 60,232

પોઇન્ટ

ડેટાનો સમયઃ 14-2-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ) 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular