Monday, July 21, 2025
Google search engine
HomeNewsBusinessઆઇસી15 ઇન્ડેક્સ 961 પોઇન્ટ ઘટ્યો

આઇસી15 ઇન્ડેક્સ 961 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ ક્રીપ્ટોકરન્સી માર્કેટમાં ગયા સપ્તાહે તેજી આવ્યા બાદ હવે ઘટાડાનો દોર શરૂ થયો છે. ઇન્ડેક્સ ઇન્ટ્રાડે ધોરણે 30,937ની નીચલી સપાટીએ પહોંચ્યા બાદ રિકવર થઈને 31,424 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સના ઘટકોમાંથી સોલાના, ડોઝકોઇન અને બિનાન્સમાં 6થી 12 ટકાનો ઘટાડો થયો હતો. ફક્ત પોલીગોન અને લાઇટકોઇન 2થી 4 ટકા વધ્યા હતા. માર્કેટ કેપિટલાઇઝેશન 1 ટ્રિલ્યન ડોલરની ઉપર રહી શક્યું છે.

દરમિયાન, યુનાઇટેડ કિંગડમ સરકાર ક્રીપ્ટોકરન્સી ક્ષેત્રનું નિયમન કરવાની દિશામાં આગળ વધી રહી છે. દેશમાં જે કંપનીઓને પરવાનગી આપવામાં આવી ન હોય એવી કંપનીઓની જાહેરખબરો પર નિયંત્રણ રાખવામાં આવ્યું છે.

એક અહેવાલ મુજબ એચએસબીસી પોતાના નવા ટોકનાઇઝેશન પ્લેટફોર્મ એચએસબીસી ઓરિયોન મારફતે કંપનીઓ અને નાણાકીય સંસ્થાઓને ડિજિટલ બોન્ડ ઇસ્યૂ કરવાનું આયોજન ધરાવે છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 સોમવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 2.96 ટકા (961 પોઇન્ટ) ઘટીને 31,424 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 32,385 ખૂલીને 32,466ની ઉપલી અને 30,937 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
32,385 પોઇન્ટ 32,466 પોઇન્ટ 30,937 પોઇન્ટ 31,424 પોઇન્ટ

ડેટાનો સમયઃ 7-11-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular