Sunday, June 8, 2025
Google search engine
HomeNewsBusinessઆઇસી15 ઇન્ડેક્સ 282 પોઇન્ટ ઘટ્યો

આઇસી15 ઇન્ડેક્સ 282 પોઇન્ટ ઘટ્યો

મુંબઈઃ બુધવારે અમેરિકન સ્ટોક્સ ફ્યુચર્સની જેમ બિટકોઇનના ભાવમાં પણ ઉતાર-ચડાવ થયા હતા. રોકાણકારો ક્રૂડના વધી રહેલા ભાવ અને ફુગાવાને ડામવામાં કેન્દ્રીય બેન્કોને મળેલી નિષ્ફળતાની સ્થિતિમાં વધુ જોખમી રોકાણ કરવા માગતા નથી. બિટકોઇન સિવાયની ક્રીપ્ટોકરન્સી ફ્લેટ રહી હતી અથવા ઘટી હતી.

અમેરિકામાં એસએન્ડપી 500 ઇન્ડેક્સના ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ ફ્લેટ રહ્યા હતા, જ્યારે નાસ્દાક ઇન્ડેક્સના ફ્યુચર્સમાં 0.1 ટકાનો ઘટાડો થયો હતો. મંગળવારે અમેરિકન પ્રમુખ જો બાઇડન ફેડરલ રિઝર્વના ચેરમેન જેરોમ પોવેલને મળ્યા હતા અને આર્થિક બાબતે ચર્ચા કરી હતી.

આ લખાઈ રહ્યું છે ત્યારે બિટકોઇન 31,600 ડોલરના ભાવે ટ્રેડ થઈ રહ્યો હતો. ઈથેરિયમ 1.5 ટકા ઘટીને 1,900 ડોલર ચાલી રહ્યો હતો.

અગાઉ, ક્રીપ્ટોવાયરે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 બુધવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 0.67 ટકા (282 પોઇન્ટ) ઘટીને 41,825 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 42,108 ખૂલીને 42,804 સુધીની ઉપલી અને 41,339 પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
42,108 પોઇન્ટ 42,804 પોઇન્ટ 41,339 પોઇન્ટ 41,825 પોઇન્ટ

ડેટાનો સમયઃ 1-6-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular