Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsBusinessસરકાર 15-માર્ચથી વિદેશમાં ફ્લાઇટ્સ શરૂ કરે એવી શક્યતા

સરકાર 15-માર્ચથી વિદેશમાં ફ્લાઇટ્સ શરૂ કરે એવી શક્યતા

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમણમાં આવેલા ઘટાડા પછી વિદેશ આવવા-જવાવાળા લોકો માટે મોટા ખબર છે. નિયમિત આંરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ 15 માર્ચથી શરૂ થવાની સંભાવના છે, એમ સરકારી અધિકારીઓએ કહ્યું હતું. એ વિદેશીઓના આવાગમન પર એરપોર્ટ્સ પર અસરકારક ઓપરેટિંગ પ્રક્રિયાનું પાલન કરવામાં આવશે.

દેશમાં કોરોના કેસોમાં ઘટાડા પછી સિવિલ એવિયેશન મંત્રાલયે હેલ્થ મંત્રાલયની સાથે વિચારવિમર્શ કર્યા પછી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સને ફરી શરૂ કરવાનો નિર્ણય લીધો છે. જોકે એની સત્તાવાર ઘોષણા નથી કરવામાં આવી. વળી, 14 ફેબ્રુઆરીથી આ ફ્લાઇટ્સના પેસેન્જરોને ગાઇડલાઇન્સનું પાલન કરાવવામાં આવી રહ્યું છે, જેથી 15 માર્ચથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ શરૂ થવાની સંભાવના છે. જોકે દેશમાં કોરોના કેસમાં ઉછાળાને પગલે ઇન્ટરનેશનલ પેસેન્જર્સ ફ્લાઇટ્સ 23 માર્ચ, 2020થી 28 ફેબ્રુઆરી સુધી પ્રતિબંધ છે. જોકે એર બબલ વ્યવસ્થા હેઠળ ભારતે 40 દેશોની વચ્ચે વિશેષ પેસેન્જર્સ ફ્લાઇટ્સની વ્યવસ્થા ચાલી રહી છે.

હેલ્થ મંત્રાલયે પણ 14 ફેબ્રુઆરીથી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સમાં આવતા પેસેન્જર્સ માટે સુધારેલા દિશા-નિર્દેશ જારી કર્યા હતા, જેમાં સાત દિવસ હોમ ક્વોરોન્ટીન અને આઠમા દિવસે RT-PCR કરાવવાનો રહેતો હતો. આ સિવાય જે પેસેન્જર્સ વિદેશ જતા હોય તેમણે 72 કલાક પહેલાં નેગેટિવ RT-PCR રિપોર્ટ અપલોડ કરવાનો રહેતો હતો. વળી, એમાં રિપોર્ટ અથવા રસીકરણ સર્ટિફિકેટ અપલોડ કરવાનો વિકલ્પ હતો. જોકે હવે આ બધી બાબતો દૂર કરવામાં આવી છે. આ સિવાય જોખમવાળા દેશો અને અન્ય દેશોની મર્યાદા દૂર કરવામાં આવી છે.   

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular