Sunday, July 20, 2025
Google search engine
HomeNewsBusinessEPFOના 6.47 સબસ્ક્રાઇબર્સના PF-એકાઉન્ટમાં વ્યાજ જમા

EPFOના 6.47 સબસ્ક્રાઇબર્સના PF-એકાઉન્ટમાં વ્યાજ જમા

નવી દિલ્હીઃ નોકરિયાતો માટે ખુશખબર છે, કેમ કે EPFOના PF અકાઉન્ટમાં નાણાકીય વર્ષ 2020-21 માટે 8.50 ટકા વ્યાજ જમા થઈ ગયું છે. આ વખતે EPFO દ્વારા ટ્વિટર હેન્ડલથી આ માહિતી આપી છે, જેમાં જણાવ્યું છે કે EPFOના 6.47 કરોડ સબસ્ક્રાઇબર્સના અકાઉન્ટમાં વ્યાજ ક્રેડિટ કરી દીધું છે.

નાણાં વર્ષ 2019-20માં KYCની ખામીને લીધે કેટલાય સબસ્ક્રાઇબર્સે વ્યાજ  જમા થવા માટે રાહ જોવી પડી હતી. હને જો તમે PF અકાઉન્ટમાં જમા થયેલું વ્યાજ ચેક કરવા ઇચ્છો છો તે તમે આ રીતે જાણી શકો છો.

PFની આવક ચેક કરવા માટે તમારા રજિસ્ટર્ડ મોબાઇલ નંબરથી 011-2290 1406 પર મિસ્ડ કોલ આપી શકો છો. એ પછી EPFOના સંદેશ દ્વારા તમને PFની વિગતો મળી જશે.ચ અહીં તમારો UAN, PAN અને આધાર લિન્ક હોવું જરૂરી છે.

તમે EPFOની વેબસાઇટ પર લોગ ઇન કરીને પણ ચેક કરી શકો છે. તમે epfindia.gov.inની વેબસાઇટ પર ઈ-પાસબુકનો વિકલ્પ પર ક્લિક કરી શકો છો, જે પછી તમને passbook.epfindia.gov.inનો વિકલ્પ દેખાશે. અહીં તમે UAN નંબર પાસવર્ડ અને કેપ્શન ફિલ કરવું રહેશે. બધી વિગતો ભર્યા પછી મેમ્બર ID સિલેક્ટ કરવાનું રહેશે. એ પછી તમે E-Passbookમાં તમારું EPF બેલેન્સ જોઈ શકો છો. અહીં તમે E- પાસબુક પણ ડાઉનલોડ કરી શકો છો.

તમે તમારી ઉમંગ એપ ઓપન કરો અને EPFO પર ક્લિક કરો. અહીં તમે View Passbookનો વિકલ્પ આવશે, અહીં તમે બધી વિગત ભરવાથી તમે PF બેલેન્સ દેખાશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular