Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessબજેટ-2021 માટે નાણાંપ્રધાને નિષ્ણાતો પાસેથી સૂચનો મગાવ્યાં

બજેટ-2021 માટે નાણાંપ્રધાને નિષ્ણાતો પાસેથી સૂચનો મગાવ્યાં

નવી દિલ્હીઃ નાણાકીય વર્ષ 2021-22 માટેના કેન્દ્રીય બજેટને પ્રભાવશાળી અને લોકકલ્યાણકારી બનાવવા માટે નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કોરોના વાઇરસના પ્રકોપની વચ્ચે આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે વિવિધ સંસ્થાઓ અને નિષ્ણાતો પાસેથી સૂચનો મગાવ્યાં છે. બજેટ પહેલાં વિવિધ ત્રિમાસિક ગાળામાં વિવિધ ફોર્મેટમાં સૂચનો મળ્યા છે અને વિવિધ સંસ્થાઓ અને નિષ્ણાતો પાસેથી સલાહ-સૂચનો મેળવવા માટે એક અલગ ફોર્મેટમાં સૂચનો મગાવ્યાં છે અને વિવિધ વિભાગો અને સંસ્થાઓ તરફથી સલાહસૂચનો મગાવવા માટે મંત્રાલય દ્વારા ઈમેઇલ પણ બનાવવામાં આવ્યા છે, એમ મંત્રાલયે એક નિવેદનમાં કહ્યું છે.

નાણાં મંત્રાલય વર્ષોથી નોર્થ બ્લોકમાં બજેટ તૈયાર કરતાં પૂર્વે ઉદ્યોગ, કોમર્સ એસોસિયેશન્સ, વેપારની સંસ્થાઓ અને નિષ્ણાતોને વાર્ષિક બજેટ માટે વિચારવિમર્શ કરવા માટે એક આયોજન કરે છે, પણ આ વખતે રોગચાળાને કારણે મંત્રાલયને વિવિધ પ્રકારના સૂચનો મળ્યાં છે. સરકારને MYGov પ્લેટફોર્મ પર એક ઓનલાઇન પોર્ટલ પણ શરૂ કર્યું છે, જે બજેટ માટે સૂચનો પ્રાપ્ત કરવા માટે 15 નવેમ્બર, 2020એ લાઇવ હશે. સામાન્ય જનતાને બજેટ 2021-22 માટે પોતાના વિચારો રજૂ કરવા માટે MYGov પર રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. આ પોર્ટલ 30 નવેમ્બર, 2020 સુધી ખુલ્લું રહેશે.

વિવિધ સંસ્થાઓએ, સામાન્ય જનતાએ અને નિષ્ણાતોએ મોકલાવેલા સૂચનોનો સંબંધિત મંત્રાલયો-વિભાગો દ્વારા અભ્યાસ કરવામાં આવશે. જો જરૂરી હોય તો વ્યક્તિગત રૂપે ઇમેઇલ-મોબાઇલ નંબરથી સંપર્ક પર શકાશે. રજિસ્ટ્રેશન સમયે તેમના દ્વારા આપવામાં આવેલાં સૂચનો પર સ્પષ્ટીકરણ પ્રાપ્ત થઈ શકે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular