Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessવિશ્વની સૌથી મૂલ્યવાન IT-કંપનીઓમાં TCS બીજા નંબરે

વિશ્વની સૌથી મૂલ્યવાન IT-કંપનીઓમાં TCS બીજા નંબરે

મુંબઈઃ વિશ્વ સ્તરે ઈન્ફોર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રમાં બીજા નંબરની સૌથી મૂલ્યવાન કંપની બની છે ટાટા કન્સલ્ટન્સી સર્વિસીસ (TCS). બ્રાન્ડ ફાઈનાન્સ દ્વારા બહાર પાડવામાં આવેલી આ યાદીમાં ટોચની 25 આઈટી સેવા બ્રાન્ડ્સમાં ભારતની અન્ય પાંચ ટેક્નોલોજી કંપની પણ સામેલ છે. યાદીમાં પહેલું સ્થાન એક્સેન્ચરે જાળવી રાખ્યું છે.

આયરલેન્ડના ડબલીનસ્થિત આઈટી-કન્સલ્ટિંગ કંપની એક્સેન્ચરની બ્રાન્ડ વેલ્યૂ 36.2 અબજ ડોલર છે. ટીસીએસની બ્રાન્ડ વેલ્યૂ 16.8 અબજ ડોલર છે. ટીસીએસની વર્ષાનુવર્ષ વૃદ્ધિ 12 ટકા રહી છે જ્યારે 2020ની સાલથી તેની વૃદ્ધિ 24 ટકા રહી છે. એને કારણે તે યાદીમાં બીજો નંબર હાંસલ કરી શકી છે.

આ યાદીમાં ભારતની ઈન્ફોસીસ (ત્રીજા ક્રમે), વિપ્રો (7મા ક્રમે), એચસીએલ (8મા ક્રમે), ટેક મહિન્દ્રા (15મા ક્રમે), લાર્સન એન્ડ ટુબ્રો (22મા ક્રમે).

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular