Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessટાટા સ્ટીલનો શેર 14 વર્ષ પછી નવી-ઊંચાઈએ

ટાટા સ્ટીલનો શેર 14 વર્ષ પછી નવી-ઊંચાઈએ

મુંબઈઃ ટાટા સ્ટીલના શેરો ગુરુવારે 14 વર્ષે નવી ઊંચાઈ પહોંચ્યા હતા. આ પહેલાં આ સપ્તાહના પ્રારંભે ટાટા સ્ટીલ રૂ. એક લાખ કરોડથી વધુની કંપની બની ગઈ હતી. ટાટા સ્ટીલના શેર વધીને રૂ. 953.10એ ઊંચાઈ પહોંચ્યા હતા. આ પહેલાંના સેશનમાં ટાટા સ્ટીલ રૂ. 922એ બંધ થયા હતા. વૈશ્વિક માર્કેટમાં મેટલની કિંમતોમાં ઝડપી ઉછાળાની સંભાવનાએ ટાટા સ્ટીલના શેરોમાં તેજી થઈ હતી. જોકે સપ્તાહના અંતે શેર રૂ. 899એ બંધ આવ્યો હતો. નિષ્ણાતોનું કહેવું છે કે આમાં હજી તેજીની શક્યતા છે.  

14 વર્ષ પછી નવી ઊંચાઈએ ટાટા સ્ટીલ

આ પહેલાં ટાટા સ્ટીલના શેર 29 ઓક્ટોબર, 2007એ રૂ. 914ની ઊંચાઈએ પહોંચ્યો હતો, પરંતુ એના પછી વૈશ્વિક માર્કેટમાં  મેટલની કિંમતોમાં ઘટાડાને કારણે આ શેર સતત અંડરપર્ફોર્મર રહ્યો હતો, પરંતુ કોરોના સંક્રમણના દોરમાં વૈશ્વિક માર્કેટમાં મેટલની કિંમતોમાં તેજી પછી એણે રોકાણકારોનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. એ પછી શેરમાં તેજીની આગેકૂચ થઈ હતી.વિશ્લેષકોનું માનવું છે કે ટાટા સ્ટીલના શેરો પર બુલિશ વલણ ધરાવે છે. તેમણે ટાટા સ્ટીલનો ટાર્ગેટ રૂ. 1125 રાખ્યો છે. છેલ્લા છ મહિનામાં આ શેર 146 ટકા વધ્યો છે. કંપનીના શેરોમાં હજી 25 ટકા વધારાની શક્યતા છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular