Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessટાટાએ એર-ઇન્ડિયાને ખરીદીઃ 68 વર્ષ બાદ ‘મહારાજા’ની ઘરવાપસી

ટાટાએ એર-ઇન્ડિયાને ખરીદીઃ 68 વર્ષ બાદ ‘મહારાજા’ની ઘરવાપસી

નવી દિલ્હીઃ દેવાંમાં ડૂબેલી સરકારી એરલાઇન કંપની એર ઇન્ડિયા જૂના માલિક પાસે પરત ફરી છે. એના માટે સરકારે બોલી લગાવી હતી. સૌથી વધુ બોલી ટાટા સન્સે લગાવી હતી. ટાટા સન્સે રૂ. 18,000 કરોડમાં એર ઇન્ડિયા ખરીદી છે. દીપમ સચિવ તુહિન કાંતા પાંડેએ પત્રકાર પરિષદમાં એની જાહેરાત કરી હતી.

એર ઇન્ડિયાની બે બોલી લાગી હતી, જેમાં એક ટાટા સન્સે લગાવી હતી અને બીજી બોલી સ્પાઇસ જેટના ચેરમેન અજય સિંહે. એર ઇન્ડિયાનાં રૂ. 15,300 કરોડનાં દેવાં ટાટા ચૂકવશે. એર ઇન્ડિયા પર ઓગસ્ટ સુધી રૂ. 61.560 કરોડનાં દેવાં હતાં, એમાં રૂ. 15,300 કરોડ ટાટા સન્સ ચૂકવશે, જ્યારે બાકીનાં રૂ. 46,262 કરોડનાં દેવાં AIAHL (એર ઇન્ડિયા એસેટ હોલ્ડિંગ કંપની) ચૂકવશે.

સરકારને 100 ટકા હિસ્સાના વેચાણના બદલામાં ટાટા પાસેથી રૂ. 2700 કરોડ રોડડા મળશે. વર્ષ 2009થી અત્યાર સુધી એર ઇન્ડિયામાં રૂ. 1,10,276 કરોડનું મૂડીરોકાણ કર્યું છે.

એર ઇન્ડિયાની 68 વર્ષ બાદ ઘરવાપસી થવાની છે. ટાટા ગ્રુપે એરએશિયા ઇન્ડિયાના માધ્યમથી એર ઇન્ડિયા માટે બોલી લગી હતી. અપેક્ષા છે કે 10 ડિસેમ્બર,2021 સુધી આ સોદો પૂરો થઈ જશે અને સરકાર કંપનીનું હેન્ડઓવર ટાટા સન્સને આપશે. એર ઇન્ડિયાની અનામત કિંમત રૂ. 12,906 કરોડ નક્કી થઈ હતી. જહાંગીર રતનજી દાદાભાઈ (JRD) ટાટાએ 1932માં એર ઇન્ડિયાની સ્થાપના કરી હતી, ત્યારે એને ટાટા એરલાઇન્સ કહેવામાં આવતી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular