Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessડેરિવેટિવ્ઝની બધી સ્ક્રિપ્સને એક જ બેચમાં ટી+1 સેટલમેન્ટ લાગુ

ડેરિવેટિવ્ઝની બધી સ્ક્રિપ્સને એક જ બેચમાં ટી+1 સેટલમેન્ટ લાગુ

મુંબઈ તા. 24 નવેમ્બર, 2022: દેશનાં સ્ટોક એક્સચેન્જીસ (બીએસઈ, એનએસઈ સહિત)માં લિસ્ટેડ બધા સ્ટોક્સના તબક્કાવાર લિસ્ટિંગની સંયુક્તપણે નક્કી થયેલી યોજના પ્રમાણે પાત્ર સ્ટોક્સ કે જેના  ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઉપલબ્ધ છે, તેમને ડિસેમ્બર, 2022 અને જાન્યુઆરી, 2023 એમ બે તબક્કામાં ટી+1 સેટલમેન્ટ લાગુ કરવામાં આવશે, એમ નક્કી કરવામાં આવ્યું હતું, પરંતુ બજારની કામગીરીની અસરકારકતા અને બજારના સહભાગીઓ માટે સરળતા રહે એ માટે હવે એમ નક્કી કરવામાં આવ્યું છે કે જેમના ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સ ઉપલબ્ધ છે એવા તમામ સ્ટોક્સને બે તબક્કાને બદલે એક જ બેચમાં જાન્યુઆરી, 2023થી ટી+1 સેટલમેન્ટ લાગુ પાડવામાં આવશે.

આથી, એક્સચેન્જીસ સ્ટોક્સને ટી+1 સેટલમેન્ટ લાગુ પાડવાના સમયપત્રમાં સુધારો કરશે અને એ અંગેનો સર્ક્યુલર બહાર પાડી સ્ટોક્સની યાદી જાહેર કરશે. આ અખબારી યાદી બધી માર્કેટ ઈન્ટરમીડિયરીઝ દ્વારા સુયંક્તપણે બહાર પાડવામાં આવી છે.

તાજેતરમાં બધી માર્કેટ ઈન્ટરમીડિયરીઝે મળીને સ્ટોક્સને ટી+1 સેટલમેન્ટ લાગુ કરવા માટેનો રોડમેપ જાહેર કર્યો હતો એ મુજબ દૈનિક માર્કેટ કેપિટલાઈઝેશનની ઓક્ટોબર 2021ની સરેરાશ પ્રમાણે બધા સ્ટોક્સને ઊતરતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા હતા અને સૌથી નીચેના ક્રમે રહેલા 100 સ્ટોક્સને ટી+1 સેટલમેન્ટ 25 ફેબ્રુઆરી, 2022થી લાગુ પાડવામાં આવ્યું હતું. ત્યાર બાદ બચેલા સ્ટોક્સમાંથી સૌથી નીચે રહેલા સ્ટોક્સને માર્ચ, 2022થી પ્રત્યેક મહિનાના છેલ્લા ટ્રેડિંગ ડેએ ટી+1ની યાદીમાં મૂકવામાં આવતા હતા. હવે  જાન્યુઆરી, 2023થી બધી સ્ક્રિપ્સને ટી+1 સેટલમેન્ટ લાગુ થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular