Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessશેરબજારમાં સળંગ આઠમા દિવસે ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન

શેરબજારમાં સળંગ આઠમા દિવસે ઘટાડો, રોકાણકારોને મોટું નુકસાન

અમદાવાદ: ભૌગોલિક ઉથલ પાથલની વચ્ચે શેરબજાર સળંગ આઠમાં દિવસે તૂટ્યું. સાર્વત્રિક વેચવાલીના માહોલ વચ્ચે સેન્સેક્સ અને નિફ્ટીમાં મોટાપાયે ઉથલ-પાથલ જોવા મળી હતી. જેમાં સ્મોલકેપ અને મીડકેપ ઈન્ડેક્સ 3 ટકાથી વધુ તૂટતાં રોકાણકારો રાતાં પાણીએ રોયા હતા. સેન્સેક્સમાં આજે ઈન્ટ્રા ડે 1043.42 પોઈન્ટની વોલેટિલિટી બાદ અંતે 199.76 પોઈન્ટના ઘટાડે 75939.21 પર બંધ રહ્યો હતો. નિફ્ટી 50 પણ 22800ની ટેકાની સપાટી તોડી 22774.85ના ઈન્ટ્રા ડે લો લેવલે પહોંચ્યો હતો. જે અંતે 102.15 પોઈન્ટના કડાકે 22929.25 પર બંધ રહ્યો હતો.

લાર્જકેપની તુલનાએ સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટાપાયે વેચવાલીના પગલે રોકાણકારોએ આજે 7.26 લાખ કરોડ ગુમાવ્યા હતાં. સ્મોલકેપ અને મીડકેપ શેરોમાં મોટા કડાકા સાથે ઈન્ડેક્સ ક્રમશઃ 1522.44 પોઈન્ટ અને 1056.32 પોઈન્ટ તૂટ્યો હતો. પીએસયુ, રિયાલ્ટી અને પાવર શેરોમાં પણ કડડભૂસ થતાં ઈન્ડેક્સ 2 ટકાથી વધુ તૂટ્યા હતા. શેરબજાર આજે એકંદરે રેડઝોનમાં રહ્યું હતું. સેન્સેક્સ પેકમાં આજે ટ્રેડેડ કુલ 4083 સ્ક્રિપ્સ પૈકી 686માં જ સુધારો જોવા મળ્યો હતો. જ્યારે 3316 શેર ઘટાડે બંધ રહ્યા હતા. 47 શેર વર્ષની ટોચે અને 641 શેર વર્ષના તળિયે તૂટ્યા હતાં. તદુપરાંત 116 શેરમાં અપર સર્કિટ અને 480 શેર લોઅર સર્કિટ વાગી હતી. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ સાથે વડાપ્રધાન મોદીની મુલાકાત બાદ ટેરિફ મુદ્દે કોઈ રાહતના સંકેત જણાઈ રહ્યા નથી. વધુમાં રશિયાએ યુક્રેનના ન્યૂક્લિયર પ્લાન્ટમાં ડ્રોન વડે હુમલો કરતાં જિઓ-પોલિટિકલ ક્રાઈસિસ વધી છે. સ્થાનિક સ્તરે પણ નબળા ત્રિમાસિક પરિણામો, રૂપિયામાં કડાકાની અસર શેરબજારમાં જોવા મળી છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular