Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessદક્ષિણ કોરિયાના મિરાઇ ગ્રુપે બ્રોકિંગ કંપની શેરખાન ખરીદી

દક્ષિણ કોરિયાના મિરાઇ ગ્રુપે બ્રોકિંગ કંપની શેરખાન ખરીદી

મુંબઈઃ અગ્રણી યુરોપિયન બેન્ક BNP પારિબાસે સ્થાનિક બ્રોકિંગ કંપની શેરખાનને દક્ષિણ કોરિયાના મિરાએ એસેટ ફાઇનાન્શિયલ ગ્રુપને રૂ. 3000 કરોડમાં વેચી દીધી છે, એમ સૂત્રોએ કહ્યું હતું. બંને કંપનીઓ વચ્ચે સમજૂતી કરાર થઈ ચૂક્યા છે અને MoU પર ટૂંક સમયમાં હસ્તાક્ષર થશે. આ સોદાની સત્તવાર જાહેરાત ટૂંક સમયમાં થશે.

દેશમાં શેરખાન ઓનલાઇન બ્રોકિંગ સેગમેન્ટમાં 10 રિટેલ બ્રોકરેજ હાઉસીસમાં સુરક્ષિત સ્થાન ધરાવે છે. નોંધપાત્ર બાબત એ છે કે BNP પરિબાસ દ્વારા મિરાઇને શેરખાનનું વેચાણ નાણાકીય ક્ષેત્રમાં વ્યૂહાત્મક પગલું છે અને રિટેલ બ્રોકિંગ ક્ષેત્રે મહત્ત્વનું પગલું છે. કંપની શેરખાનમાંથી તેનું મૂડીરોકાણ પરત ખેંચ્યું હતું, કેમ કે કંપની હવે રિટેલ બિઝનેસ ઓપરેશન્સની કામગીરી ચાલુ રાખવા નથી માગતી.કંપનીએ શેરખાનનું હસ્તાંતરણ 2015માં કર્યું હતું અને જાન્યુઆરી, 2018માં તેનો સોદો પત્યો હતો. કંપનીનું હસ્તાંતરણ નાણાકીય સેક્ટરમાં બહુ મોટું પગલું હતું. કંપની શેરખાન થકી ભારતીય બ્રોકરેજ અને નાણાકીય સર્વિસિસ માર્કેટમાં વિશ્વમાં પગ જમાવવા માગતી હતી  કંપનીએ એ વખતે વિદેશી મૂડીરોકાણ થકી રૂ. 2000 કરોડથી થોડું વધુ મૂડીરોકાણ કર્યું હતું.

જોકે કંપનીએ વ્યૂહાત્મક રીતે વિવિધ નોન-બેન્કિંગ બિઝનેસિસ પર ધ્યાન કેન્દ્રિત કર્યું છે. કંપનીએ શેરખાનના હસ્તાતંરણ પહેલાં વર્ષ 2007માં કોચી સ્થિત જિયોજિત સિક્યોરિટીઝમાં 34 ટકા હિસ્સો ખરીદ્યો હતો. જોકે એ પછી કંપનીએ સપ્ટેમ્બર, 2023માં કંપની પાસે જિયોજિતમાં 24.67 ટકા હિસ્સો હતો.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular