Friday, May 23, 2025
Google search engine
HomeNewsBusinessસિલ્વર લેકે રિલાયન્સ રિટેલમાં રૂ.7500 કરોડમાં 1.75% હિસ્સો ખરીદ્યો

સિલ્વર લેકે રિલાયન્સ રિટેલમાં રૂ.7500 કરોડમાં 1.75% હિસ્સો ખરીદ્યો

નવી દિલ્હીઃ અમેરિકાની ખાનગી ઈક્વિટી કંપની સિલ્વર લેક પાર્ટનર્સ (SLP) રિલાયન્સ ગ્રુપની કંપની રિલાયન્સ રિટેલમાં 1.75 ટકા હિસ્સો હસ્તગત કરશે. આ સોદો 7500 કરોડ રૂપિયામાં થયો છે. આ મૂડીરોકાણ રિલાયન્સના રિટેલના 4.21 લાખ કરોડ રૂપિયાના મૂલ્યાંકને આધારે કરવામાં આવ્યું છે. આ પહેલાં સિલ્વર લેકે અબજોપતિ બિઝનેસમેન મુકેશ અંબાણીની કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિ.ની ડિજિટલ શાખા જિયો પ્લેટફોર્મ્સ લિમિટેડમાં પણ મૂડીરોકાણ કર્યું છે. આ પ્રકારે સિલ્વર સિલ્વર લેક રિલાયન્સ ગ્રુપની બે કંપનીઓમાં મૂડીરોકાણ કરી ચૂકી છે.  

જિયો પ્લેટફોર્મ્સમાં મૂડીરોકાણ કર્યા પછી સિલ્વર લેક હવે રિલાયન્સ રિટેલમાં પણ મૂડીરોકાણ કરી રહી છે. સિલ્વર લેકને વિશ્વમાં ટેક્નોલોજી ક્ષેત્ર મોટા રોકાણકારોમાં ગણવામાં આવે છે. સિલ્વર લેકે રિલાયન્સ રિટેલમાં મૂડીરોકાણ કરતાં એ વાતનો સંકેત મળે છે કે રિલાયન્સ રિટેલમાં મોટી ખિલાડી તરીકે ઊભરી રહી છે. રિલાન્ય રિટેલે ફ્યુચર ગ્રુપનું હસ્તાંતરણ કર્યું હતું.

જિયોમાં મૂડીરોકાણ

સિલ્વર લેકે આ પહેલાં 1.35 અબજ ડોલર એટલે કે 10,200 કરોડ રૂપિયાથી વધુનું મૂડીરોકાણ જિયો પ્લેટફોર્મ્સમાં કરી ચૂકી છે. રિલાયન્સ રિટેલ અને જિયો પ્લેટફોર્મ્સનું કુલ વેલ્યુએશન નવ લાખ કરોડ રૂપિયાને પાર થયું છે. દેશનાં અનેક શહેરોમાં ફેલાયેલા રિલાયન્સ રિટેલના 12,000થી વધુના સ્ટોર્સમાં આશરે 64 કરોડનો ફૂટફોલ પ્રતિ વર્ષ છે.  રિલાયન્સના માલિક મુકેશ અંબાણીએ આ નેટવર્થથી ત્રણ કરોડ કરિયાણાના સ્ટોર્સ અને 12 કરોડ ખેડૂતોને જોડવાનું લક્ષ્ય નિર્ધારિત કર્યું છે. કંપનીએ હાલમાં જ જિયો માર્ટને પણ લોન્ચ કરી છે, જે ગ્રોસરીનો ઓનલાઇન સ્ટોર છે. જિયોમાર્ટ પર પ્રત્યેક દિવસે આશરે ચાર લાખ કરોડ ઓર્ડર બુક થઈ રહ્યા છે.

સિલ્વર લેકના સોદા અંગે ખુશી વ્યક્ત કરતાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું હતું કે અમને ખુશી છીએ કે નાના વેપારીઓની સાથે ભાગીદારી કરીને અમારી પરિવર્તનતશીલ વિચારથી સિલ્વર લેક મૂડીરોકાણના માધ્યમથી જોડાયેલું છે.

બીજી બાજુ સિલ્વર લેકના CO-CEO અને મેનેજિંગ ડિરેક્ટર એગોન ડરબને કહ્યું હતું કે મુકેશ અંબાણી અને રિલાયન્સની ટીમના પ્રયાસોથી રિકેલ અને ટેક્નોલોજી ક્ષેત્રમાં લીડરશિપ હાંસલ કરી છે. આટલા ઓછા સમયમાં જિયોમાર્ટની સફળતા, ખાસ કરીને ત્યારે ભારત અને વિશ્વ કોવિડ-19 રોગચાળાની ઝઝૂમી રહ્યાં છે, વાસ્તવમાં આ અભૂતપૂર્વ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular