Sunday, May 25, 2025
Google search engine
HomeNewsBusinessઇન્ફોસિસના સહ-સંસ્થાપક શિબુલાલે કંપનીના 100-કરોડના શેર ખરીદ્યા

ઇન્ફોસિસના સહ-સંસ્થાપક શિબુલાલે કંપનીના 100-કરોડના શેર ખરીદ્યા

નવી દિલ્હીઃ ઇન્ફોસિસના સહ-સંસ્થાપક એસ. ડી. શિબુલાલે ખુલ્લા બજારમાંથી મુખ્ય આઇટી કંપનીના રૂ. 100 કરોડના શેર ખરીદ્યા છે. ઇન્ફોસિસ દ્વારા નિયામકીય સૂચના મુજબ શિબુલાલે 19 મે, 2021એ જથ્થાબંધ વેચાણ દ્વારા કંપનીના 7,53,580 ઇક્વિટી શેરો કંપનીના (0.02 ટકા શેર) ખરીદ્યા છે. માર્ચ, 2021 ત્રિમાસિક પૂરું થયાને અંતે ઇન્ફોસિસમાં શિબુલાલનો હિસ્સો 0.05 ટકા હતો. એક નિયામકીય સૂચના મુજબ એક બીજી લેવડદેડવડમાં શિબુલાલની પત્ની, કુમારીએ બુધવારે રૂ. 1317.95 કરોડની કિંમતે 7.58 લાખથી વધુ શેરો વેચ્યા હતા. આ લેવડદેવડ પછી તેમનો હિસ્સો 0.21 ટકાથી ઘટીને 0.19 ટકા થયો હતો.  

ઇન્ફોસિસે એક રેગ્યુલેટર ફાઇલિંગમાં કહ્યું છે કે આ ડીલની સાથે કંપનીમાં શિબુલાલનો હિસ્સો વધીને 0.07 ટકા થઈ ગયો છે. માર્ચ ત્રિમાસિકના અંતમાં શિબુલાલની પાસે કંપનીમાં 0.05 ટકા હિસ્સો હતો.

આ પહેલાં શિબુલાલે 12 મેએ ખુલ્લા બજારમાં કરવામાં આવેલી લેવડદેવડ દ્વારા ઇન્ફોસિસના રૂ. 100 કરોડના શેર ખરીદ્યા હતા. BSEના તાજા આંકડા અનુસાર શિબુલાલે શેરદીઠ રૂ. 1317.95ની સરેરાશે કંપનીના 7.58 લાખ શેરો ખરીદ્યા હતા., જેની કુલ કિંમત રૂ. 100 છે, ત્યારે પણ કુમારી શિબુલાલે પોતાના શેર વેચ્યા હતા.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular