Saturday, June 21, 2025
Google search engine
HomeNewsBusinessઆઇસી15 ઇન્ડેક્સમાં સાત ટકાનો કૂદકો

આઇસી15 ઇન્ડેક્સમાં સાત ટકાનો કૂદકો

મુંબઈઃ અમેરિકામાં ફેડરલ રિઝર્વ જુલાઈના ફુગાવાના આંકડાઓને અનુલક્ષીને હવે વ્યાજદરમાં વધારો કરવાનું વલણ કૂણું કરશે એવી ધારણાને પગલે ક્રીપ્ટોકરન્સી માર્કેટે મોટો કૂદકો માર્યો હતો. બિટકોઇન 24,500 ડોલરની સપાટી વટાવી ગયો હતો.

નોંધનીય છે કે જુલાઈ મહિનાનો અમેરિકાનો કન્ઝ્યુમર પ્રાઇસ ઇન્ડેક્સ 8.7 ટકાની ધારણાથી વિપરીત 8.5 ટકાના દરે વધ્યો છે. તેને લીધે હવે આવતા મહિનાથી શરૂ કરીને ફેડરલ રિઝર્વ વ્યાજદરમાં મોટો વધારો નહીં કરે એવી શક્યતા વધી ગઈ છે. ક્રીપ્ટોકરન્સી માર્કેટ ફરીથી સ્ટોક માર્કેટની રાહે ચાલવા લાગી છે.

અગાઉ, 3.0 વર્સે લોન્ચ કરેલો વિશ્વનો સર્વપ્રથમ ક્રીપ્ટો ઇન્ડેક્સ – આઇસી15 ગુરુવારે બપોરે ચાર વાગ્યે પૂરા થયેલા ચોવીસ કલાકમાં 7.23 ટકા (2,419 પોઇન્ટ) વધીને 35,852 પોઇન્ટ બંધ રહ્યો હતો. ઇન્ડેક્સ 33,433 ખૂલીને 36,245 સુધીની ઉપલી અને 35,852  પોઇન્ટની નીચલી સપાટીએ ગયો હતો.

IC15 ઇન્ડેક્સની હિલચાલ  
ખૂલેલો આંક  ઉપલો આંક  નીચલો આંક  બંધ આંક 
33,433 પોઇન્ટ 36,245 પોઇન્ટ 33,321 પોઇન્ટ 33,671 પોઇન્ટ

ડેટાનો સમયઃ 11-8-22ની બપોરે 4.00 (ભારતીય સ્ટાન્ડર્ડ ટાઇમ)

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular