Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessસેન્સેક્સમાં 1170 પોઇન્ટનો કડાકોઃ નિફ્ટી 17,450ની નીચે

સેન્સેક્સમાં 1170 પોઇન્ટનો કડાકોઃ નિફ્ટી 17,450ની નીચે

અમદાવાદઃ સપ્તાહના પ્રારંભે સોમવારે BSE સેન્સેક્સમાં મોટો કડાકો બોલી ગયો હતો. સેન્સેક્સ 1170.2 પોઇન્ટ તૂટીને 58,465.89 અને નિપ્ટી 348.35 પોઇન્ટના ઘટાડા સાથે 17,416.55 પર બંધ થયો હતો. વૈશ્વિક નબળા સંકેતો, વિદેશી ભંડોળમાં ઘટાડો અને FIIની ભારે વેચવાલીથી શેરોમાં મોટા પાયે વચવાલી થઈ હતી. FIIએ ગુરુવારએ 3930.62 કરોડના શેર વેચ્યા હતા. શેરબજાર શુક્રવારે ગુરુ નાનક જયંતીએ બંધ રહ્યું હતું.

દેશની સૌથી મૂલ્યવાન કંપની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના શેરોમાં ચાર ટકાનું ગાબડું પડ્યું હતું. રિલાયન્સની સાઉદી આરામ્કોને હિસ્સો વેચવા માટે નવેસરથી વિચાર કરવાના અહેવાલોએ રોકાણકારોએ વેચવાલી કાઢી હતી. જેનાથી માર્કેટ કેપ આશરે નવ અબજ ડોલર એટલે કે રૂ. 66,000 કરોડ ઘટ્યું હતું. આ સાથે પેટીએમનો શેર આશરે 18 ટકા તૂટીને રૂ. 1271એ પહોંચ્યો હતો.

સેન્સેક્સમાં 30માંથી ત્રણ અને નિફ્ટી 50ના નવ સ્ટોક્સ જ તેજીમાં હતા. બજારના નિષ્ણાતે ઝણાવ્યું હતું કે સેન્સેક્સે 59,100નું મોટું સપોર્ટ લેવલ તોડ્યું છે, જેથી બજારમાં ગભરાટને કારણે મોટા પાયે વેચવાલીની સંભાવના છે. સેન્સેક્સનું આગામી સપોર્ટ  લેવલ 57,200-57,500 છે.

અન્ય એક ટેક્નિકલ એનાલિસ્ટના જણાવ્યા પ્રમાણે બજારમાં હાલ નિફ્ટીમાં અશિનિશ્ચિત સ્થિતિ પ્રવર્તી રહી છે. જો નિફ્ટી 17,600ના સ્તરની નીચે બંધ આવશે તો 17,200 સુધી નીચે જઈ શકે છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular