Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessપેટીએમના રૂ. 16,600 કરોડના IPOને સેબીની મંજૂરી  

પેટીએમના રૂ. 16,600 કરોડના IPOને સેબીની મંજૂરી  

નવી દિલ્હીઃ ડિજિટલ ફાઇનાન્સિયલ સર્વિસિસ કંપની પેટીએમને રૂ. 16,600 કરોડના પ્રારંભિક પબ્લિક ઇશ્યુ (IPO) માટે બજાર નિયામક સેબીની મંજૂરી મળી ગઈ છે. કંપની ચાલુ મહિનાના અંત સુધીમાં IPO લાવે એવી શક્યતા છે. આ સાથે કંપની એના પ્રી-IPO શેરના વેચાણ મુલતવી રાખવા સાતે ફાસ્ટ-ટ્રેક લિસ્ટિંગની યોજના બનાવી રહી છે. પેટીએમનું હાલ મૂલ્યાંકન રૂ. 1.47થી 1.78 લાખ કરોડ હોવાની ધારણા છે.

અમેરિકાસ્થિત વેલ્યુએશન નિષ્ણાત અશ્વથ દામોદરને કંપનીના અનલિસ્ટેડ શેરનું મૂલ્ય પ્રતિ શેર રૂ. 2950 આંક્યું છે.

આરપીજી ગ્રુપના ચેરમેન  હર્ષવર્ધન ગોએન્કાએ ટ્વિટર હેન્ડલ પર એક વિડિયો વાઇરલ કર્યો છે. કંપનીના IPOમાં મંજૂરી મળતાં આ વિડિયોમાં ડિજિટલ પેમેન્ટ એન્ડ ફાઇનાન્શિયલ સર્વિસિસ પેટીએમની ઓફિસમાં જોરદાર ઉજવણી કરવામાં આવી હતી. આ વિડિયોમાં કંપનીના CEO વિજયશેખર શર્માએ ખુશીથી ડાન્સ કર્યો હતો.

સેબી તરફથી દેશના અત્યાર સુધીના સૌથી મોટા પબ્લિક ઓફર માનવામાં આવતાં રૂ. 16,000 કરોડથી વધુના IPOને મંજૂરી મળ્યા પછી કંપનીની ઓફિસમાં ખુશીની લહેર વ્યાપી ગઈ હતી.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular