Sunday, July 13, 2025
Google search engine
HomeNewsBusinessખાતાધારકોને 31-મે સુધી KYC અપડેટ કરાવવા SBIની અરજ

ખાતાધારકોને 31-મે સુધી KYC અપડેટ કરાવવા SBIની અરજ

નવી દિલ્હીઃ સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાએ તેના કરોડો ગ્રાહકો માટે નવું નોટિફિકેશન બહાર પાડ્યું છે, જે મુજબ બેન્કે બધા ખાતાધારકોને તેમના ખાતામાં KYC અપડેટ કરવા નિર્દેશ આપ્યા છે. જો તેઓ આમ કરવામાં નિષ્ફળ જશે તો એ ગ્રાહકોની બેન્કિંગ સર્વિસિસને અટકાવી દેવામાં આવશે. બેન્ક 31 મે પછી જે અકાઉન્ટ્સના KYC નહીં થયા હોય, તે ગ્રાહકોનાં ખાતાઓને ફ્રીઝ કરી દેશે, એમ બેન્ક જણાવ્યું છે.

SBIએ એના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પર આ માહિતી શેર કરતાં કહ્યું હતું કે ગ્રાહકોએ કોઈ પણ અડચણ વિના બેન્કિંગ સેવાઓ ચાલુ રાખવા માટે 31 મે, 2021 સુધીમાં KYC અપડેટ કરાવવું જરૂરી છે. આ માટે ગ્રાહકો તેમના KYC દસ્તાવેજ લઈને તેમની હોમ શાખા અથવા તેમની4 નજીકની શાખામાં જઈ શકે છે. કોરોનાને કારણે બેન્કે આ સુવિધા 31 મે સુધી લંબાવી છે. આ તારીખ પછી જે ખાતામાં KYC અપડેટ કરવામાં નહીં આવે તેમનાં ખાતાંમાં કામકાજ અટકાવી દેવામાં આવશે, એમ બેન્કે ઉમેર્યું હતું.

KYC કેવી રીતે અપડેટ કરાવવું?

કોરોના રોગચાળાને કારણે જે લોકો બેન્કમાં જવા માગતા ના હોય તેમણે પોસ્ટ દ્વારા કે ઈમેઇલ દ્વારા kYC અપડેટ કરી શકે છે. ગ્રાહકો બેન્કની મુલાકાત વિના KYC સાથે સંબંધિત દસ્તાવેજ પણ મોકલી શકે છે. આવી સ્થિતિમાં જ્યારે kYC અપડેટ થાય છે, ત્યારે ગ્રાહકોને ફોનમાં SMS મોકલીને મૂચિત કરવામાં આવશે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular