Tuesday, October 21, 2025
Google search engine
HomeNewsBusinessરૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝનું નામ હવે પતંજલિ ફૂડ્સ

રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝનું નામ હવે પતંજલિ ફૂડ્સ

મુંબઈઃ રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ કંપનીનું નામ ગઈ 24 જૂનથી બદલાઈને પતંજલિ ફૂડ્સ લિમિટેડ કરી દેવામાં આવ્યું છે. કંપનીને આ માટે કેન્દ્રના કોર્પોરેટ અફેર્સ મંત્રાલય તરફથી ઈન્કોર્પોરેશનનું સર્ટિફિકેટ પણ મળી ગયું છે, એમ કંપનીએ શેરબજારને નોંધાવેલી વિગતમાં જણાવ્યું છે.

ગયા મે મહિનામાં રૂચિ સોયા ઈન્ડસ્ટ્રીઝે જાહેરાત કરી હતી કે તેણે પતંજલિ આયુર્વેદ કંપનીનો રૂ. 690 કરોડનો સમગ્ર ફૂડ બિઝનેસ હસ્તગત કરી લીધો છે. રૂચિ સોયાએ હસ્તગત કરેલા ફૂડ બિઝનેસમાં ઘી, મધ, મરીમસાલા, ફળોના રસ તથા વિવિધ અનાજના આટા (લોટ) જેવા 21 ઉત્પાદનોનો સમાવેશ થાય છે. પતંજલિ ફૂડ રીટેલ બિઝનેસનું ટર્નઓવર રૂ. 4,174 કરોડ હતું, જે પાછલા વર્ષની સરખામણીમાં 28 ટકા વધારે હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular