Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessરિલાયન્સે 2020માં 75,000 નોકરીઓનું નિર્માણ કર્યું: અંબાણી

રિલાયન્સે 2020માં 75,000 નોકરીઓનું નિર્માણ કર્યું: અંબાણી

મુંબઈઃ રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL) તેની 44મી વાર્ષિક સામાન્ય સભા (AGM)નું આજે વર્ચ્યુઅલ માધ્યમથી આયોજન કર્યું હતું. શેરહોલ્ડરોને સંબોધિત કરતાં કંપનીના ચેરમેન અને મેનેજિંગ ડાયરેક્ટર મુકેશ અંબાણીએ કહ્યું કે કંપનીએ 2020માં નવી 75,000 નોકરીઓનું નિર્માણ કર્યું હતું.

ભારતમાં આપણે જ નંબર-1 નિકાસકાર છીએ અને ખાનગી ક્ષેત્રમાં સૌથી વધારે કસ્ટમ તથા એક્સાઈઝ ડ્યૂટી આપણે ચૂકવીએ છીએ. રિલાયન્સે ગયા વર્ષે રૂ. 3.24 લાખ કરોડની ઈક્વિટી મૂડી ઊભી કરી હતી. રિલાયન્સે આ વખતની વર્ચ્યુઅલ એજીએમમાં ચેટબોક્સના નવા ફીચરનો સમાવેશ કર્યો છે. જેથી શેરહોલ્ડરો આ પ્લેટફોર્મ પર સવાલો પૂછી શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular