Friday, August 8, 2025
Google search engine
HomeNewsBusinessમોબાઈલ-ફોન પરનો GST 12% સુધી ઘટાડવાની માગણી

મોબાઈલ-ફોન પરનો GST 12% સુધી ઘટાડવાની માગણી

મુંબઈઃ ઈન્ડિયા સેલ્યૂલર એન્ડ ઈલેક્ટ્રોનિક્સ એસોસિએશન (ICEA) સંસ્થાએ અનેક રાજ્યોના મુખ્ય પ્રધાનોને લેખિતમાં વિનંતી કરી છે કે તેઓ મોબાઈલ ફોન પરનો જીએસટી દર 12 ટકા સુધી ઘટાડી દે (જે હાલ 18 ટકા છે) અને મોબાઈલ ફોનના છૂટા ભાગો પરનો જીએસટી પાંચ ટકા સુધી ઘટાડી દે.

મોબાઈલ હેન્ડસેટ પર 12 ટકા જીએસટી દરને કારણે આ ક્ષેત્રમાં વેરો 50 ટકા જેટલો વધી ગયો છે. જીએસટી દર લાગુ કરાયા એ પહેલાં વેરો 8.2 ટકા હતો. આને કારણે ગ્રાહકોને મોબાઈલ ફોનનો ભાવવધારો સહન કરવો પડે છે. આખરે એની અસર રૂપે મોબાઈલ ફોનનું વેચાણ ઘટે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular