Saturday, May 24, 2025
Google search engine
HomeNewsBusinessRBIએ UPI ચુકવણીના ચાર્જીસ માટે સૂચનો મગાવ્યાં

RBIએ UPI ચુકવણીના ચાર્જીસ માટે સૂચનો મગાવ્યાં

નવી દિલ્હીઃ રિઝર્વ બેન્ક ઓફ ઇન્ડિયા (RBI)એ વિવિધ રકમની યુનિફાઇડ પેમેન્ટ્સ ઇન્ટરફેસ (UPI)ના માધ્યમથી પેમેન્ટ્સ (ચુકવણીની) પદ્ધતિ પર ચાર્જ લગાવવાની શક્યતા પર સ્ટેકહોલ્ડરો પાસે સલાહસૂચનો મગાવ્યાં છે. RBIએ ચુકવણીની પદ્ધતિ પર ફી માટેનું ડિસ્ક્શન પેપર બુધવારે જારી કર્યું હતું, જેનો હેતુ બેન્કની નીતિઓને વ્યવસ્થિત કરવાનો અને UPI, IMPS, NEFT, RTGS અને ચુકવણીના સાધનો જેવાં કે ડેબિટ કાર્ડ-ક્રેડિટ કાર્ડ અને પ્રીપિડ પેમેન્ટ્સ સહિતની વિવિધ પેમેન્ટ્સ સર્વિસિસની ફીના માળખાને સરળ બનાવવાનો છે. RBIએ લોકો પાસેથી ત્રીજી ઓકેટોબર સુધી સલાહસૂચનો મગાવ્યાં છે.   

UPI એ IMPS જેવી ફંડ ટ્રાન્સફર સિસ્ટમ છે, જેથી એમાં દલીલ થઈ રહી છે કે ફંડ ટ્રાન્સફર કરતી વખતે UPI પર પણ IMPS જેવા ચાર્જીસ લગાવવા જોઈએ. જોકે હાલમાં UPIની ચુકવણી વખતે યુઝર્સ પર કે રિટેઇલર્સ પર કોઈ પણ પ્રકારની ફી વસૂલવામાં નથી આવતી.

હવે જો UPI ટ્રાન્ઝેક્શન પર ફી વસૂલવામાં આવે તો  એ વ્ટવહારના મૂલ્યને આધારે મર્ચન્ટ ડિસ્કાઉન્ટ (MDR) રેટ લાગુ કરવો જોઈએ કે વ્વહારના મૂલ્યની પરવા કર્યા વગર MDRના રૂપે એક નિશ્ચિત રકમ લાગુ કરવી જોઈએ?  આવો સવાલ RBIએ ઉઠાવ્યો છે. બેન્કે આ મુદ્દે સલાહસૂચનો મગાવ્યાં છે અને સવાલ કર્યો છે કે RBIએ જેતે વ્ટવહાર પર ફી નક્કી કરવી જોઈએ કે બજારને એ ફી નક્કી કરવા દેવી જોઈએ? MDR એ ખર્ચ છે જે મર્ચન્ટ ચુકવણીની પ્રક્રિયા વિવિધ પેમેન્ટ્સ પદ્ધતિથી કરે છે. RBI જણાવ્યાનુસાર સ્ટેકહોલ્ડર ચુકવણીની પ્રક્રિયા માટે –વ્યક્તિથી મર્ચન્ટ (P2M) વ્યવહાર પર કુલ રૂ. બેની ફી વસૂલે છે, જેનો ખર્ચ રૂ. 800 છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular