Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessBSE-SME પર 336મી કંપની રાજેશ્વરી કેન્સ લિસ્ટેડ

BSE-SME પર 336મી કંપની રાજેશ્વરી કેન્સ લિસ્ટેડ

મુંબઈઃ BSE SME પ્લેટફોર્મ પર 336મી કંપની રાજેશ્વરી કેન્સ લિમિટેડ લિસ્ટ થઈ છે. રાજેશ્વરી કેન્સ લિ.એ રૂ.10ની કિંમતના 20.16 લાખ ઈક્વિટી શેર્સ રૂ.20ના ભાવે ઓફર કરી રૂ.4.03 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો ઈશ્યુ 6 એપ્રિલ, 2021ના રોજ સફળતાપૂર્વક સંપન્ન થયો હતો.

રાજેશ્વરી કેન્સ લિમિટેડ ગુજરાતસ્થિત કંપની છે, જે પેકેઝિંગ મટીરિયલ તરીકે વપરાતા વિવિધ ગોળ ટીન કન્ટેઈનર્સનું ઉત્પાદન કરે છે. તેઓ ટીન કન્ટેઈનર્સ તમાકુના અને પેઈન્ટ્સ ઉત્પાદકોને સપ્લાય કરે છે. કંપની તેના ગ્રાહકો માટે ટીન શીટ્સ પર પ્રિન્ટિંગનું કામકાજ પણ કરે છે.

અત્યાર સુધીમાં BSE SME પ્લેટફોર્મ પરથી 98 કંપનીઓ મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે. આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ 336 કંપનીઓએ બજારમાંથી રૂ.3492.54 કરોડ એકત્ર કર્યા છે અને આ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન આજની તારીખે રૂ.22,259.79 કરોડ છે. BSE આ સેગમેન્ટમાં 61 ટકા બજાર હિસ્સો ધરાવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular