Thursday, May 22, 2025
Google search engine
HomeNewsBusinessદેશમાં IPOsનો વરસાદઃ આવનારા મહિનાઓમાં ઘણા લાઇનમાં

દેશમાં IPOsનો વરસાદઃ આવનારા મહિનાઓમાં ઘણા લાઇનમાં

અમદાવાદઃ ભારતીય શેરબજારમાં સેન્સેક્સ 53,000ની અને નિફ્ટી ઇન્ડેક્સ 16,000ની સપાટી નજીક છે. સ્ટોક માર્કેટમાં આશરે છેલ્લાં બે વર્ષથી સેન્સેક્સ અને નિફ્ટીએ એકધારી તેજી બતાવી છે. આ તેજીનો લાભ લેવા ઘણા ઉદ્યોગ સાહસિકો મૂડીબજારમાં IPO લાવી રહ્યા છે. વર્ષ 2021માં અત્યાર સુધીમાં 36 IPO શેરબજારોમાં લિસ્ટ થઈ ચૂક્યા છે, એમ BSE ડેટા કહે છે, જ્યારે વર્ષ 2020માં 31 કરતાં વધુ IPO આવ્યા હતા.

વળી, હજી કેટલીક કંપનીઓના ડ્રાફ્ટ રેડ હિયરિંગ પ્રોસ્પેક્ટસ (DRHP)ને માર્કેટ રેગ્યુલેટરે IPO લાવવા માટે મંજૂર કર્યા છે.

ડિજિટલ પેમેન્ટ કંપની પેટીએમનો રૂ. 16,000 કરોડનો IPO અત્યાર સુધીનો સૌથી મોટો ભારતીય IPO છે, જે હજી આવી રહ્યો છે,કેમ કે એ ઓક્ટોબર, 2010માં કોલ ઇન્ડિયાના રૂ. 15,000 કરોડના IPOને વટાવી જશે.

ડિજિટલ વોલેટ એન્ડ પેમેન્ટ કંપની મોબીક્વિકે 12મી જુલાઈએ IPO થકી રૂ. 1900 કરોડ ઊભા કરવા ડ્રાફ્ટ પ્રોસ્પેક્ટસ સેબીમાં સુપરત કર્યા છે. કંપનીની યોજના રૂ. 1500 કરોડ પ્રાઇમરી ઇસ્યુ કરવાની અને રૂ. 400 કરોડ હાલના સ્ટેકહોલ્ડરો અમેરિકન એક્સપ્રેસ, બજાજ ફાઇનાન્સ, સિસ્કો સિસ્ટમ અને ટ્રીલાઇન એશિયા થકી ઊભા કરવાની છે.

આ ઉપરાંત કેમિકલનું ઉત્પાદન કરતી કંપની કેમસ્પેક કેમિકલ્સે 14 જુલાઈએ રૂ. 700 કરોડ ઊભા કરવા માટે DRHP ફાઇલ કર્યા છે. કંપની વૈશ્વિક રીતે ઉત્પાદનમાં અગ્રણી છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular