Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessબીએસઈ-એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 362ની થઈ

બીએસઈ-એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓની સંખ્યા 362ની થઈ

મુંબઈ: બીએસઈ એસએમઈ પ્લેટફોર્મ પર 361મી કંપની તરીકે ક્વોલિટી આરઓ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડ અને 362મી કંપની તરીકે સાફા સિસ્ટમ્સ એન્ડ ટેકનોલોજીસ લિમિટેડ લિસ્ટ થઈ છે.

ક્વોલિટી આરઓ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 5.30 લાખ ઈક્વિટી શેર શેરદીઠ રૂ.51ની કિંમતે ઓફર કરી રૂ.2.70 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ સંપન્ન થયો હતો.

ક્વોલિટી આરઓ ઈન્ડસ્ટ્રીઝ લિમિટેડે રૂ.10ની મૂળ કિંમતના 40 લાખ ઈક્વિટી શેર્સ શેરદીઠ રૂ.10ની કિંમતે ઓફર કરીને રૂ.4 કરોડ એકત્ર કર્યા હતા. કંપનીનો પબ્લિક ઈશ્યુ 1 ફેબ્રુઆરી, 2022ના રોજ સંપન્ન થયો હતો.

ક્વોલિટી આરઓ ઈન્ડસ્ટ્રીઝ ગુજરાત સ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ વડોદરામાં છે. કંપની વોટર પ્યોરિફાયર્સ અને સોફ્ટનર્સનું ઉત્પાદન, માર્કેટિંગ અને સપ્લાય કરે છે.

સાફા સિસ્ટમ્સ એન્ડ ટેકનોલોજીસ લિમિટેડ કેરળસ્થિત કંપની છે, જેની રજિસ્ટર્ડ ઓફિસ એર્નાકુલમમાં છે. કંપની કંઝ્યુમર ડ્યુરેબલ પ્રોડક્ટ્સ જેવાં કે મોબાઈલ ફોન્સ, મોબાઈલ ફોન્સ એક્સેસરીઝ, ટેબ્લેટ્સ, એલઈડી ટીવી, હોમ એપ્લાયન્સીસ અને વેરેબલ બ્રાન્ડ્સનાં સાધનોનો વેપાર કરે છે. કંપની બિઝનેસ ટુ બિઝનેસ ક્ષેત્રમાં છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular