Monday, May 19, 2025
Google search engine
HomeNewsBusinessમેમાં સાતમી વાર પેટ્રોલમાં ભાવવધારોઃ રૂ.100ને પાર

મેમાં સાતમી વાર પેટ્રોલમાં ભાવવધારોઃ રૂ.100ને પાર

નવી દિલ્હીઃ કેટલાંક રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી પૂરી થયા પછી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સતત વધતી જઈ રહી છે. સરકારી ઓઇલ કંપનીઓએ સત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લિટરદીઠ 25-25 પૈસાનો વધારો થયો છે.એ પછી પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 92.05 અને ડીઝલની કિંમત રૂ. 82.61 થઈ છે. મુંબઈમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 98.36 અને ડીઝલની કિંમત રૂ. 89.75 થઈ છે.  

નવ દિવસોમાં સાતમી વાર પેટ્રોલ-ડીઝલની કિંમત

ચોથી મેથી સતત ચાર દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમત વધી છે, જ્યારે ચૂટંણીને કારણે આ પહેલાં 18 દિવસ સુધી પેટ્રોલ અને ડીઝલની કિંમતો સ્થિર રહી છે. ત્યાર બાદ શનિવાર અને રવિવારે પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં કોઈ ફેરફાર નથી થયા. એ પછી ઓઇલ કંપનીઓએ સતત ત્રીજા દિવસે પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે.

25 પૈસાના વધારા સાથે મધ્ય પ્રદેશના પાટનગર ભોપાલમાં પેટ્રોલની કિંમત પ્રતિ લિટર રૂ. 100ને પાર થઈ છે અને આજે પેટ્રોલ રૂ. 100.08 લિટરદીઠ વેચાઈ રહ્યું છે, જ્યારે પ્રીમિયમ પેટ્રોલની કિંમત રૂ. 103.62 પ્રતિ લિટર પહોંચી ગઈ છે.

કેન્દ્ર અને રાજ્ય સરકારો ભારે ટેક્સ વસૂલે છે

પેટ્રોલની કિંમતોમાં 60 ટકા હિસ્સો સેન્ટ્રલ એક્સાઇઝ અને રાજ્યોના ટેક્સ હોય છે, જ્યારે ડીઝલમાં એ 54 ટકા હોય છે. પેટ્રોલ પર સેન્ટ્રલ એક્સાઇઝ ડ્યુટી રૂ. 32.90 પ્રતિ લિટર છે, જ્યારે ડીઝલ પર રૂ. 31.80 પ્રતિ લિટર છે.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular