Thursday, May 15, 2025
Google search engine
HomeNewsBusinessપરંપરાગત કરતાં સોશિયલ મિડિયા પર ન્યૂઝ વધુ વાંચતા લોકોઃ સર્વે

પરંપરાગત કરતાં સોશિયલ મિડિયા પર ન્યૂઝ વધુ વાંચતા લોકોઃ સર્વે

નવી દિલ્હીઃ વિશ્વમાં લોકો હવે ન્યૂઝ માટે વેબસાઇટ કે વિગતવાર અહેવાલો વાંચવાને બદલે સોશિયલ મિડિયાનો સહારો લે છે. લોકોને હવે ત્વરિત ન્યૂઝ વાંચવાની ટેવ પડી ગઈ છે. વર્ષ 2018થી વિશ્વમાં અને દેશમાં અનેક લોકો સમાચાર માટે વેબસાઇટ કે એપને બદલે સોશિયલ મિડિયા કે મોબાઇલ દ્વારા સર્ચ કરીને ન્યૂઝ વાંચતા થયા છે, ખાસ કરીને યુવા વર્ગ ન્યૂઝ પર ઇન્સ્ટંટ ન્યૂઝ વાંચવા વધુ પસંદ કરે છે, એમ સર્વે કહે છે.  

વળી, તેઓ ટિકટોક, ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ જેવા પ્લેટફોર્મ પર પત્રકારો કરતાં સેલિબ્રિટિઝ, પ્રભાવિત કરતા લોકો અને સોશિયલ મિડિયાની હસ્તીઓ પર વધુ ધ્યાન આપે છે, એમ રોઇટર્સ ઇન્સ્ટિટ્યૂટ ફોર ધ સ્ટડી ઓફ જર્નલિઝમના વાર્ષિક ડિજિટલ ન્યૂઝ રિપોર્ટમાં કહ્યું છે. આ રિપોર્ટમાં ટિકટોક સૌથી ઝડપથી વધતું સોશિયલ નેટવર્ક છે, જેનો ઉપયોગ 18થી 24 વયના લોકો કરે છે.

વળી, એ કોઈ યોગ્ય કારણ નથી કે 2000ના વર્ષમાં જન્મેલી વ્યક્તિને જૂની ઘરેડની વેબસાઇટ પસંદ પડે, તેમના માટે ટીવી અને પ્રિન્ટની વાત તો કોરાણે મૂકો, કેમ કે તેઓનો ઉછેર જુનવાણી પદ્ધતિએ થયો છે, એમ રોઇટર્સ ઇન્સ્ટિયૂટના ડિરેક્ટર રાસમસ નીલ્સને જણાવ્યું હતું. આ સર્વે અમેરિકા સહિત 46 માર્કેટોમાં 94,000 વયસ્કોની પર કરવામાં આવ્યો હતો.  આ સર્વેમાં એક તૃતીયાંશથી ઓછા લોકોએ કહ્યું હતું કે તેમણે પસંદ કરેલી વાર્તા દ્વારા ન્યૂઝ માટે મેળવવાનું વધુ પસંદ કર્યું હતું. વળી, લોકો હજી પણ એડિટર અને પત્રકારોની તુલનાએ અલ્ગોરિધમ દ્વારા ન્યૂઝ પસંદ કરવાનું વધુ પસંદ કરે છે. આ સર્વેમાં 56 ટકા લોકોએ કહ્યું હતું કે ઇન્ટરનેટ પર વાસ્તવિક કે ફેક ન્યૂઝની વચ્ચે ભેદ પારખવા વિશે તેઓ ચિંતિત છે. 48 ટકા લોકએ કહ્યું હતું કે તેઓ ન્યૂઝમાં બહુ રસ છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular