Friday, May 16, 2025
Google search engine
HomeNewsBusinessપેટીએમ પહેલાં કર્મચારીઓના 600-કરોડના ESOPને શેર્સમાં તબદિલ કરશે

પેટીએમ પહેલાં કર્મચારીઓના 600-કરોડના ESOPને શેર્સમાં તબદિલ કરશે

નવી દિલ્હીઃ પેમેન્ટ સોલ્યુશન્સ કંપની પેટીએમના કર્મચારીઓ આ વર્ષના અંતમાં આવનારી કંપનીની પબ્લિક ઓફર (IPO) પહેલાં એમ્પ્લોયીઝ સ્ટોક ઓપ્શન્સ (ESOP)ને શેર્સમાં તબદિલ કરી રહ્યા છે. આ શેરોની કિંમત રૂ. 600 કરોડથી વધુની હોઈ શકે છે. વિજય શેખર શર્માની આગેવાની હેઠળની કંપની- પેટીએમનું છેલ્લું મૂલ્યાંકન આશરે 16 અબજ ડોલર- રૂ. 12 લાખ કરોડનું હતું.

આ ટ્રાન્ઝેક્શનની સુવિધા માટે પેટીએમ કંપનીના ટોચના એક્ઝિક્યુટિવ્ઝ માટે આશરે રૂ. 100 કરોડની લોન એકત્ર કરવામાં મદદ કરી રહી છે. આ માટે ધિરાણ કરતી સંસ્થાઓથી વાતચીત ચાલી રહી છે. આ ધિરાણથી કર્મચારીઓને ESOP હેઠળ શેરો તબદિલ કરવા બદલ ટેક્સની ચુકવણી કરવામાં મદદ મળશે. આ ટેક્સ હાલની શેરની કિંમત અને ESOPની કિંમત વચ્ચેના તફાવત પર ચૂકવવો પડશે. આમાં આશરે 300 કર્મચારીઓ સામેલ થાય એવી શક્યતા છે. કંપનીને કર્મચારીઓ તરફથી કન્વર્ઝન માટે બહુ અરજી મળી રહી છે. આ એક મોટી રકમ હોવાને કારણે ભાગીદાર લેન્ડર્સ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. કંપનીનો IPO અત્યાર સુધીનો સૌથી મોટો IPO હશે.

કંપનીએ 13 વર્ષ માટે ESOP કર્યમચારીઓને જારી કર્યા હતા,આ શેરોનું હાલ મૂલ્ય રૂ. 18,000 કરોડ છે. વળી કંપની કર્મચારીઓ માટે જે લોનની વ્યવસ્થા કરી રહી છે, એનું વ્યાજ કંપની ચૂકવશે.

હાલમાં ફૂડ ડિલિવરી કંપની ઝોમેટોના લિસ્ટિંગ સાથે કંપનીના 18 સિનિયર એક્ઝિક્યુટિવ્સ કરોડપતિ બન્યા હતા. પેટીએમે લિસ્ટિંગમાં મળનારા મૂલ્યાંકન વિશે કશું કહ્યું નથી, પણ કંપની 25 અબજ ડોલરથી વધુના મૂલ્યની અપેક્ષા રાખી રહી છે, એમ સૂત્રોએ કહ્યું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular