Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsBusiness31-ડિસેમ્બર સુધી ITR ફાઇલ કરવા પર બુલેટ જીતવાની તક

31-ડિસેમ્બર સુધી ITR ફાઇલ કરવા પર બુલેટ જીતવાની તક

નવી દિલ્હીઃ ઇન્કમ ટેક્સ રિટર્ન એટલે કે ITR ફાઇલ કરવાની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. કેન્દ્ર સરકાર દ્વારા ITR ફાઇલિંગની ઝડપ વધારવા માટે વિવિધ રીતો અપનાવવામાં આવી રહી છે. આવો જ નોખો પ્રકાર કેન્દ્ર સરકારની ઇલેક્ટ્રોનિક અને ઇન્ફોર્મેશન ટેક્નોલોજી મંત્રાલય દ્વારા અપનાવવામાં આવ્યો છે. મંત્રાલય હેઠળ આવતા કોમન સર્વિસ સેન્ટરે એક ઓફર લોન્ચ કરી છે.

આ ઓફર હેઠળ ગ્રામ સ્તરના ઉદ્યોગ સાહસિકને 1000 ઇન્કમ ટેક્સ રિટર્ન- ITR ફાઇલ કરવા માટે કહેવામાં આવ્યું છે. જે પણ VLEs (વિલેજ લેવલ એન્ટરપ્રુનર્સ)  આ લક્ષ્યને હાંસલ કરશે, તેમાંથી લકી વિનર્સને રોયલ એન્ફીલ્ડ બુલેટ જીતવાની તક મળશે.

કોમન સર્વિસ સેન્ટરના ટ્વીટર એકાઉન્ટ પર આપવામાં આવેલી માહિતી મુજબ VLEs. રૂ. એક લાખ સુધીનું કમિશન પણ જીતી શકે છે.  સેન્ટરના જણાવ્યા મુજબ દેશમાં ITR ફાઇલ કરવા માટે 75,000થી પણ વધુ કેન્દ્રો આવેલાં છે.

જોકે હાલ 31 ડિસેમ્બર, 2021 સુધી ITR ફાઇલ કરવાની ડેડલાઇન છે. જોકે સરકાર આ ડેડલાઇન આગળ વધારી શકે છે. એનું કારણ અપેક્ષાથી ઓછાં ITR ફાઇલિંગ છે. આવકવેરા વિભાગના જણાવ્યા મુજબ ડિસેમ્બર સુધી કુલ 4,20,29,919 ITR ફાઇલ કરવામાં આવ્યા હતા, એમાંથી 10,96,557 ITR માત્ર 23 ડિસેમ્બર સુધી ફાઇલ કરવામાં આવ્યા હતા. છેલ્લા સાત દિવસમાં 46.77 લાખ રિટર્ન્સ ફાઇલ કરવામાં આવ્યા છે. એક વર્ષ પહેલાં એ સંખ્યા ઘણી ઓછી હતી.

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular