Thursday, May 22, 2025
Google search engine
HomeNewsBusinessCME ગ્રુપ સાથે NSEનો ડેટા લાઈસન્સિંગ એગ્રીમેન્ટ

CME ગ્રુપ સાથે NSEનો ડેટા લાઈસન્સિંગ એગ્રીમેન્ટ

મુંબઈઃ ભારતના અગ્રણી સ્ટોક એક્સચેન્જ નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઇ)એ વિશ્વનાં અગ્રણી ડેરિવેટિવ્સ માર્કેટપ્લેસ સીએમઇ ગ્રૂપ સાથે ડેટા લાઇસન્સિંગ એગ્રીમેન્ટ પર હસ્તાક્ષર કર્યા છે. જેને પગલે એનએસઇ ભારતીય બજારના પાર્ટિસિપન્ટ્સ માટે રૂપિયાનાં મૂલ્યમાં NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ (હેનરી હબ) ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટનું લિસ્ટિંગ, ટ્રેડિંગ અને સેટલમેન્ટ કરી શકશે.

NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ (હેનરી હબ) ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સનાં ઉમેરાથી એનએસઇ પ્રોડક્ટ ઓફર અને એકંદર કોમોડિટી સેગમેન્ટનું વિસ્તરણ થશે. એનએસઇએ વધારાનાં ફ્યુચર કોન્ટ્રાક્ટ્સ લોંચ કરવા માટે સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા (સેબી)ને અરજી કરી હતી.

એનએસઇના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ ક્રિશ્નને જણાવ્યું હતું કે, “સેબીની મંજૂરી મળવાને પગલે એનએસઇ હવે આ બે વૈશ્વિક માપદંડોનાં ફ્યુચર્સ ટ્રેડિંગ ઉપલબ્ધ કરી શકશે, જેનું સેટલમેન્ટ એનએસઇનાં પ્લેટફોર્મ પર ભારતીય રૂપિયામાં કરવામાં આવશે. NYMEX WTI  ક્રુડ ઓઇલ અને નેચરલ ગેસ (હેનરી હબ) કોન્ટ્રાક્ટ્સ વિશ્વમાં સૌથી વધુ ટ્રેડિંગ થતાં કોમોડિટી ડેરિવેટિવ્સ કોન્ટ્રાક્ટ્સમાં સ્થાન પામે છે અને વિશ્વભરનાં માર્કેટ પાર્ટિસિપન્ટ તેમાં રસ ધરાવે છે. આ સેગમેન્ટમાં પ્રવેશતા મને અતિશય આનંદની લાગણી થાય છે, કારણ કે તેનાંથી અમને અમારાં એનર્જી બાસ્કેટનો વ્યાપ વધારવામાં મદદ મળશે અને અમને આશા છે કે આ કોન્ટ્રાકટ્સ ભારતનાં માર્કેટ પાર્ટિસિપન્ટ્સને તેમની પ્રાઇસ રિસ્ક મેનેજેન્ટ પ્રવૃત્તિ અને ટ્રેડિંગના લક્ષ્યો હાંસલ કરવામાં મદદરૂપ સાબિત થશે.”

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular