Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessએનએસઈમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગનો આરંભ

એનએસઈમાં ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગનો આરંભ

મુંબઈ તા. 15 મે, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)ના ડેરિવેટિવ સેગમેન્ટમાં સોમવારથી ડબ્લ્યુટીઆઈ (વેસ્ટ ટેકસાસ ઈન્ટરમિડિએટસ) ક્રૂડ અને નેચરલ ગેસ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ લોન્ચ કરવામાં આવ્યા હતા.

અમને બજારના સહભાગીઓને એની જાણ કરતાં અત્યંત આનંદ થઈ રહ્યો છે કે એનએસઈએ ન્યૂ યોર્ક મર્કન્ટાઈલ એક્સચેન્જના ડબ્લ્યુટીઆઈ ક્રૂડ ઓઈલ અને નેચરલ ગેસ ફ્યુચર્સ કોન્ટ્રેક્ટ્સ લોન્ચ કર્યા છે, એમ એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર શ્રીરામ કૃષ્ણને કહ્યું હતું.

રૂપિયામાં ટ્રેડ થનાર આ બે કોન્ટ્રેક્ટ્સના લોન્ચિંગ સાથે એનએસઈના એનર્જી પ્રોડક્ટ્સની શ્રેણીનો વિસ્તાર થયો છે. અમે આશા રાખીએ છીએ કે આ બે કોન્ટ્રેક્ટ્સ બજારના સહભાગીઓને તેમના ભાવોના જોખમને અંકુશમાં રાખવા અને ટ્રેડિંગ હેતુઓ પૂરા કરવા માટેનો કાર્યક્ષમ વિકલ્પ પૂરો પાડશે, એમ તેમણે ઉમેર્યુ હતું. યુએસ ડેલાઈટ સેવિંગ ટાઈમ પિરિયડના આધારે આનું ટ્રેડિંગ સેશન સોમથી શુક્રવાર સવારે 9.00થી રાતના 11.30 / 11.55 રહેશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular