Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessNSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં 13 નવા કોમોડિટી કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગનો શુભારંભ

NSEના ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં 13 નવા કોમોડિટી કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગનો શુભારંભ

મુંબઈ તા. 16 ઓક્ટોબર, 2023: નેશનલ સ્ટોક એક્સચેન્જ (એનએસઈ)માં સોમવારથી 13 નવા કોમોડિટી ડેરિવેટિવ્ઝ કોન્ટ્રેક્ટ્સના ટ્રેડિંગને લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ પ્રસંગે એનએસઈના ચીફ બિઝનેસ ડેવલપમેન્ટ ઓફિસર રામકૃષ્ણને કહ્યું કે અમે 13 નવાં પ્રોડક્ટ્સ લોન્ચ કર્યાં એ સાથે એનર્જી, બુલિયન અને બેઝ મેટલ કેટેગરીમાં તમામ મહત્ત્વપૂર્ણ પ્રોડક્ટ્સ એનએસઈ પ્લેટફોર્મ પર હવે ઉપલબ્ધ છે, જેના દ્વારા બજારના સહભાગીઓ તમામ કોમોડિટીઝમાં તેમના જોખમનું અસરકારકપણે મેનેજ કરી શકશે.

13 નવા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સમાં નીચે જણાવેલા કોન્ટ્રેક્ટ્સનો સમાવેશ થાય છે.

ગોલ્ડ 1 કિલો, ગોલ્ડ મિની ફ્યુચર્સ, સિલ્વર મિની ફ્યુચર્સ, કોપર ફ્યુચર્સ અને ઝિંક ફ્યુચર્સ ઉપર ‘ઓપ્શન ફ્યુચર્સ’, ગોલ્ડ ગિની (8ગ્રામ) ફ્યુચર્સ, એલ્યુમિનિયમ ફ્યુચર્સ, એલ્યુમિનિયમ મિની ફ્યુચર્સ, લીડ ફ્યુચર્સ, લીડ મિની ફ્યુચર્સ, નિકલ ફ્યુચર્સ, ઝિંક ફ્યુચર્સ અને ઝિંક મિની ફ્યુચર્સ.

આ પૂર્વે છેલ્લાં કેટલાક દિવસોમાં એક્સચેન્જે 6 નવા ડેરિવેટિવ્ઝ કોન્ટ્રાક્ટ્સ લોંચ કર્યાં છે, જેમાં ડબલ્યુટીઆઇ ક્રૂડ ઓઇલ – મિની ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઓન ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ, નેચરલ ગેસ – મિની ફ્યુચર્સ અને ઓપ્શન્સ ઓન ફ્યુચર્સ કોન્ટ્રાક્ટ એક્સચેન્જ ઉપર પહેલેથી જ ગોલ્ડ 1 કિલો ફ્યુચર્સ, ગોલ્ડ મિની ફ્યુચર્સ, ગોલ્ડ પેટલ ફ્યુચર્સ (1 ગ્રામ), સિલ્વર 30 કિલો ફ્યુચર્સ, સિલ્વર 30 કિલો ઓપ્શન ઓન ગુડ્સ, ડબલ્યુટીઆઇ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ, નેચરલ ગેસ ફ્યુચર્સ, બ્રેન્ટ ક્રૂડ ઓઇલ ફ્યુચર્સ અને કોપર ફ્યુચર્સ ઉપર કોમોડિટી કોન્ટ્રાક્ટ્સ ઉપલબ્ધ છે.

એક્સચેન્જે તેના કોમોડિટી ડેરિવેટિવ્ઝ સેગમેન્ટમાં સહભાગીઓની રૂચિમાં વધારો જોયો છે તથા નવી પ્રોડક્ટ્સ અને વિશેષ કરે ડબલ્યુટીઆઇ ક્રૂડ ઓઇલ અને નેચરલ ગેસ ઉપર ડેરિવેટિવ્ઝ સાથે નવા કોન્ટ્રેક્ટ્સ લોંચ કરાયા છે, જેમાં ફોરેન પોર્ટફોલિયો ઇન્વેસ્ટર્સ (એફપીઆઇ) અને ડોમેસ્ટિક મ્યુચ્યુઅલ ફંડ્સ સહિત વિવિધ શ્રેણીના સહભાગીઓની સામેલગીરી જોવા મળી છે.

ડબલ્યુટીઆઇ ક્રૂડ ઓઇલ, નેચરલ ગેસના મિની એફએન્ડઓ અને સિલ્વરના મિની અને માઈક્રો એફએન્ડઓનો સમાવેશ થાય છે.

મેમ્બર્સના માર્ગદર્શન માટે અને અલ્ગોરિધમિક ટ્રેડિંગ મંજૂરીઓ પૂરી પાડવા જેવી અસરકારક કામગીરી સંબંધે મેમ્બર્સને વિક્ષેપમુક્ત અનુભવ પૂરો પાડવાના હેતુથી સમર્પિત ટીમોની સ્થાપના કરવામાં આવી છે, એમ એનએસઈએ જણાવ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular