Sunday, May 18, 2025
Google search engine
HomeNewsBusinessબજેટ મસલતઃ સીતારામનની સોમવારે ઉદ્યોગપતિઓ સાથે બેઠક

બજેટ મસલતઃ સીતારામનની સોમવારે ઉદ્યોગપતિઓ સાથે બેઠક

નવી દિલ્હીઃ કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામન 2021ની 1 ફેબ્રુઆરીએ ‘મોદી 2.0’ સરકારમાં પોતાનું બીજું કેન્દ્રીય બજેટ રજૂ કરે એવી ધારણા છે.

બજેટ અંગે મસલત કરવા સીતારામન આવતીકાલે દેશના ટોચના ઉદ્યોગપતિઓ સાથે બેઠક યોજશે, જે બજેટ-પૂર્વે આ પ્રકારની પહેલી બેઠક હશે. આ બેઠક વર્ચ્યુઅલ માધ્યમથી યોજાશે. એક સામાન્ય પ્રથા છે જેમાં કેન્દ્રીય નાણાં પ્રધાન બજેટ રજૂ કરતા પૂર્વે મસલતની પ્રક્રિયા અંતર્ગત ખેડૂતોના સંગઠનો, અર્થશાસ્ત્રીઓ, સિવિલ સમાજ અને ઉદ્યોગક્ષેત્રની સંસ્થાઓ સહિત અનેક લાગતાવળગતા આગેવાનોને મળતાં હોય છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular