Monday, July 21, 2025
Google search engine
HomeNewsBusiness2022માં કરિયાણું, ખાદ્યપદાર્થો, ઠંડા-પીણાં મોંઘાં થઈ-શકે છે

2022માં કરિયાણું, ખાદ્યપદાર્થો, ઠંડા-પીણાં મોંઘાં થઈ-શકે છે

મુંબઈઃ દિવાળી તહેવાર સમાપ્ત થઈ ગયો છે અને નવું વર્ષ શરૂ થઈ ચૂક્યું છે. 2021નું વર્ષ પણ વિદાયની નજીકમાં છે. નવા 2022ના વર્ષમાં કરિયાણાની – દૈનિક આવશ્યક ચીજવસ્તુઓની કિંમત વધી શકે છે એવું ઉદ્યોગક્ષેત્રના મોવડીઓનું કહેવું છે. પર્સનલ કેર ઉત્પાદનો, પેકેજ્ડ ફૂડ મોંઘું થઈ શકે છે તેમજ હોટેલ-રેસ્ટોરન્ટમાં જમવાનું પણ મોંઘું થઈ શકે છે. આનું કારણ છે, માલસામાનને લગતા નૂરનાં દર, પેકેજિંગ ખર્ચ તેમજ કૃષિ-ઉત્પાદનોની કિંમતમાં થયેલો વધારો.

ઈકોનોમિક ટાઈમ્સના અહેવાલ અનુસાર, ગુજરાત કોઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન લિમિટેડ (અમૂલ બ્રાન્ડની માલિક કંપની)ના મેનેજિંગ ડાયરેક્ટર આર.એસ. સોઢીનું કહેવું છે કે દુનિયાભરમાં ડેરી ઉદ્યોગ ક્ષેત્રે ફૂગાવાનો દર 10 ટકા જેટલો વધ્યો છે. પેકેજ્ડ ફૂડ્સ ઉત્પાદક નેસ્લે ઈન્ડિયા કંપનીના મેનેજિંગ ડાયરેક્ટર સુરેશ નારાયણનનું કહેવું છે કે 2022માં આવશ્યક ચીજવસ્તુઓના ભાવ વધી શકે છે. ખાદ્યપદાર્થો મોંઘા થઈ શકે છે. સોફ્ટ ડ્રિન્ક્સની કિંમતમાં 3-4 ટકાનો વધારો થઈ શકે છે, એમ પેપ્સીકોના ભારતીય બોટલિંગ પાર્ટનર આર.જે. કોર્પ કંપનીના ચેરમેન રવિ જયપુરિયાનું કહેવું છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular