Friday, January 9, 2026
Google search engine
HomeNewsBusinessમસ્ક-ટ્વિટરના સોદામાં $1 અબજ ટર્મિનેશન ફીનો સમાવેશ

મસ્ક-ટ્વિટરના સોદામાં $1 અબજ ટર્મિનેશન ફીનો સમાવેશ

વોશિંગ્ટનઃ વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિ એલન મસ્કે ટ્વિટર પર કબજો જમાવ્યો છે. ટ્વિટરે મસ્કને કંપનીના વેચાણનો સોદો 44 અબજ ડોલરમાં કર્યો હોવાની વાતનો સ્વીકાર કર્યો છે. આ સોદાએ ટેસ્લાના CEOને 217 મિલિયન યુઝર્સના વપરાશ કરતી કંપનીનો માલિકીનો હક આપ્યો છે, પણ જો આ સોદો રદ થાય તો પણ મસ્કે આ સોશિયલ મિડિયાની કંપનીને ટર્મિનેશન ફી રૂપે એક અબજ ડોલર ચૂકવવાના રહેશે. આ સોદાની એક શરત મુજબ ઈક્વિટી, ડેટ અને માર્જિન લોનની નાણાકીય જરૂરિયાતને સંતોષવામાં નહીં આવે તો મસ્કે કંપનીને ટર્મિનેશન ફી ચૂકવવાની રહેશે.

ટ્વિટરે સોમવારે કહ્યું હતું કે મસ્કે 25.5 અબજ ડોલરનાં દેવાં ચૂકવવા અને માર્જિન લોન ફાઇનાન્સિંગ અને ઇક્વિટી રૂપે 2.1 અબજ ડોલર તરીકે ચૂકવવા માટે સહમતી દર્શાવી છે. ટ્વિટર- કે જે નો-શોપનાં નિયંત્રણોને આધીન છે, જેથી વિશેષ સંજોગો ઊભા થાય તો મસ્કે કંપનીને એક અબજ ડોલર સોદો રદ થવા પેટે ચૂકવવાના રહેશે.

વળી, આ આ સોદા માટે 24 ઓક્ટોબરની તારીખ રાખવામાં આવી છે. જો એ તારીખ સુધી સોદો પૂરો ના થાય તો શરતોને આધીન વિદેશી મૂડીરોકાણની મંજૂરી માટે વધારાના  છ મહિના સોદો પૂરો કરવા માટેની તારીખ લંબાવવામાં આવશે.

એલન મસ્ક ઇલેક્ટ્રિક કારઉત્પાદક ટેસ્લા ઇન્ક.ના CEO છે, જેમણે સોમવારે ટ્વિટરને ખરીદી હતી. જેથી હવે સોશિયલ મિડિયા પ્લેટફોર્મ પર વિશ્વના સૌથી શ્રીમંત વ્યક્તિનું પ્રભુત્વ રહેશે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular