Sunday, July 13, 2025
Google search engine
HomeNewsBusinessરિલાયન્સ-ગ્રુપનું નેતૃત્ત્વ યુવાન-પેઢીને સુપરત કરાશે: મુકેશ અંબાણી

રિલાયન્સ-ગ્રુપનું નેતૃત્ત્વ યુવાન-પેઢીને સુપરત કરાશે: મુકેશ અંબાણી

મુંબઈઃ ભારતના સૌથી શ્રીમંત વ્યક્તિ મુકેશ અંબાણીએ ઊર્જાથી લઈને રીટેલ બિઝનેસ કરતા એમના ઔદ્યોગિક સમૂહ રિલાયન્સ ગ્રુપમાં નેતૃત્ત્વમાં ફેરફારનો ઉલ્લેખ કર્યો છે. ગઈ કાલે ‘રિલાયન્સ ફેમિલી ડે’ નિમિત્તે કરેલા સંબોધનમાં મુકેશ અંબાણીએ કહ્યું કે, રિલાયન્સ હવે એક મહત્ત્વપૂર્ણ નેતાગીરી પરિવર્તનને લાગુ કરવાની પ્રક્રિયામાં છે. હું ઈચ્છું છું કે મારા સહિતના વરિષ્ઠોની મદદથી આ પ્રક્રિયામાં એવી રીતે તેજી લાવવી જોઈએ જેથી યુવા પેઢીને અનુકૂળતા પ્રાપ્ત થાય. મુકેશભાઈએ એમ પણ કહ્યું હતું કે મને એ વાતમાં કોઈ શંકા નથી કે યુવા પેઢીના આગેવાનો તરીકે આકાશ, ઈશા અને અનંત રિલાયન્સ ગ્રુપને નવી ઊંચાઈઓ પર લઈ જશે.

દર વર્ષે રિલાયન્સ ગ્રુપ તેના સ્થાપક ધીરુભાઈ અંબાણીની જન્મજયંતીનો દિવસ ‘રિલાયન્સ ફેમિલી ડે’ તરીકે ઉજવે છે. મુકેશ અંબાણી અને નીતા અંબાણીને ત્રણ સંતાન છે: ટ્વિન્સ પુત્ર-પુત્રી આકાશ અને ઈશા અને પુત્ર અનંત. મુકેશ અંબાણીના ગઈ કાલના નિવેદનને પગલે દેશના આ ટોચના બિઝનેસ ગ્રુપનું સુકાન હવે નવી પેઢીને મળશે. નેતૃત્ત્વમાં પરિવર્તન વિશે મુકેશ અંબાણીના આ નિવેદન વિશે વિગતવાર ખુલાસો માગવાની વિનંતી કરતો ઈમેલ મોકલવામાં હોવા છતાં કંપની તરફથી તાત્કાલિક કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular