Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessમારુતિની નવી S-Presso CNG કારઃ જાણો એના ફિચર્સ

મારુતિની નવી S-Presso CNG કારઃ જાણો એના ફિચર્સ

નવી દિલ્હીઃ મારુતિ સુઝુકીએ તેની નવી S-Presso CNG લોન્ચ કરી દીધી છે. મારુતીની આ કારને ઓટો એક્સપોમાં રજૂ કરવામાં આવી હતી ત્યારથી જ લોકો આ કારની રાહ જોઈ રહ્યા હતા. મારુતિની આ કારની પ્રારંભિક કિંમત 4.84 લાખ રુપિયા છે. મારુતીએ પોતાની આ નવી સીએનજી કારને ચાર વેરિયન્ટ LXi, LXi(O), VXi और VXi(O)માં બજારમાં લોન્ચ કરી છે.

મારુતિની આ નવી કારના વેરિયન્ટ્સ અને કિંમત વિશે જાણો…

LXI      – 4.84 લાખ રુપિયા

LXi(O) – 4.90 લાખ

VXi की  – 5.08 લાખ

VXi(O) – 5.14 રુપિયા કિંમત છે.

મારુતિ સુઝુકીએ દાવો કર્યો છે કે, આ કાર 31.2 કિલોમીટર પ્રતિ કિલોગ્રામની એવરેજ આપશે. તો પહેલાથી ઉપસ્થિત પેટ્રોલ મોડલની વાત કરીએ તો તેના STD અને LXi વેરિયન્ટમાં 21.4 કિલોમીટર અને VXi અને VXI+ વેરિયન્ટમાં 21.7 કિલોમીટર પ્રતિ લિટરની એવરેજ મળે છે. મારુતિ સુઝુકીની એસ-પ્રેસોમાં 1.0 લીટરનું પેટ્રોલ એન્જિન આવે છે. સીએનજી વેરિયન્ટમાં આ કારમાં કંપની ફિટેડ સીએનજી કીટ આપવામાં આવી છે. પેટ્રોલ વર્ઝનમાં આ એન્જિન 67hp નો પાવર અને 90Nmનો ટોર્ક જનરેટ કરે છે. તો સીએનજી મોડ પર આ એન્જિન 58hp નો પાવર અને 78Nm નો ટોર્ક જનરેટ કરે છે. એસ પ્રેસોના સીએનજી મોડલમાં માત્ર 5 સ્પિડ મેન્યુઅલ ગીયરબોક્સ આપવામાં આવ્યું છે. S-Presso CNG માં ફેક્ટરી ફિટેડ કિટ સિવાય કોઈજ ચેન્જ કરવામાં આવ્યા નથી એટલે કે આમાં વેરિયન્ટના આધાર પર પેટ્રોલ મોડલ વાળા ફિચર્સ મળશે. આ માઈક્રો-એસયૂવીમાં મિની-કૂપરથી પ્રેરિત સર્ક્યુલર સેન્ટર કન્સોલ, સ્માર્ટપ્લે ડોક અને ડિજિટલ ઈન્સ્ટૂમેન્ટ ક્લસ્ટર જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. સેફ્ટી માટે કારમાં ડ્રાઈવર સાઈડ એરબેગ, બીએસ, ઈબીડી, રિયર પાર્કિગ સેન્સર્સ, સ્પિડ એલર્ટ સિસ્ટમ અને ચાઈલ્ડ પ્રૂફ રિયર ડોર લોક જેવા ફિચર્સ આપવામાં આવ્યા છે. ઓપ્શનલ (O) વેરિયન્ટમાં પેસેન્જર સાઈડ એરબેગ પણ મળે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular