Monday, July 14, 2025
Google search engine
HomeNewsBusinessBSE SME પ્લેટફોર્મઃ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.30,000 કરોડને પાર

BSE SME પ્લેટફોર્મઃ લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.30,000 કરોડને પાર

મુંબઈ તા. 8 જુલાઈ, 2021: BSE SME IPO ઈન્ડેક્સે આજે પ્રથમ વાર 4000ની સપાટી પાર કરી હતી. આજે બીએસઈ એસએમઈ ઈન્ડેક્સ ઉપરમાં 4080 સુધી ગયો હતો એ સાથે આ પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓના  માર્કેટ કેપિટલાઈઝેશને પ્રથમ વાર રૂ.30,000 કરોડની સપાટી વટાવી હતી. અત્યાર સુધીમાં 106 કંપનીઓ BSE SME બોર્ડમાંથી મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે.

BSE SME પર લિસ્ટેડ 340 કંપનીઓએ અત્યાર સુધીમાં બજારમાંથી રૂ.3,511.28 કરોડ એકત્ર કર્યા છે અને  આ કંપનીઓનું કુલ માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.30,000 કરોડ થયું છે. BSE આ સેગમેન્ટમાં 61 ટકાથી અધિક બજાર હિસ્સા સાથે માર્કેટ લીડર છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular