Friday, May 23, 2025
Google search engine
HomeNewsBusinessBSE-SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ.38000-કરોડ

BSE-SME પ્લેટફોર્મ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ-કેપિટલાઈઝેશન રૂ.38000-કરોડ

મુંબઈ: બીએસઈના એસએમઈ પ્લેટફોર્મ બીએસઈ એસએમઈ પર લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.38000 કરોડની સપાટી વટાવી ગયું છે. તાજેતરમાં એસએમઈ પ્લેટફોર્મ પરની લિસ્ટેડ કંપનીઓનું માર્કેટ કેપિટલાઈઝેશન વધીને રૂ.38350 કરોડ થયું છે, જે એક વિક્રમ છે.

અત્યારે એસએમઈ પ્લેટફોર્મ પર કુલ 348 કંપનીઓ લિસ્ટેડ છે અને એમાં વધારો થતો જાય છે. લિસ્ટેડ 348 કંપનીઓએ અત્યાર સુધીમાં સફળતાપૂર્વક રૂ.3,703.26 કરોડ એકત્ર કર્યા છે.

આ પ્લેટફોર્મ પરથી 115 કંપનીઓ વિકાસ સાધીને એક્સચેન્જના મેઈન બોર્ડમાં સ્થળાંતર કરી ગઈ છે અને એ પછી એમના મૂલ્યમાં સારો એવો વધારો થયો છે.

બીએસઈ એસએમઈ એન્ડ સ્ટાર્ટઅપ્સ હેડ અજય ઠાકુર કહે છે કે એસએમઈઝમાં ઈક્વિટી દ્વારા મૂડી એકત્ર કરવાની જાગૃતિનો અભાવ છે. એમને એમ લાગે છે કે એમાં બહુ બધાં નિયંત્રણો છે. હકીકતમાં સેબીએ એસએમઈ માટે નિયમો અને નિયમનો હળવાં બનાવ્યાં હોવાથી એસએમઈઝ આસાનીથી આઈપીઓ દ્વારા નાણાં એકત્ર કરી શકે છે. અમે આ અંગેની જાગૃતિ ફેલાવવા તનતોડ પ્રયાસ કરી રહ્યા છીએ. અમે અનેક જગ્યાએ પરિસંવાદોનું આયોજન કરી આ કામ કરી રહ્યા છીએ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular