Friday, July 18, 2025
Google search engine
HomeNewsBusinessકમર્શિયલ LPG ગેસ સિલિન્ડર રૂ.122 સસ્તું થયું

કમર્શિયલ LPG ગેસ સિલિન્ડર રૂ.122 સસ્તું થયું

મુંબઈઃ કોરોનાવાઈરસ બીમારી અને મોંઘવારીના ત્રાસ વચ્ચે દેશની જનતાને થોડીક રાહત મળી છે. સરકાર હસ્તકની ઓઈલ માર્કેટિંગ કંપનીઓએ વ્યાપારી ઉપયોગ માટેના એલપીજી ગેસ સિલિન્ડરોની કિંમતમાં રૂ.122નો ઘટાડો કર્યો છે. એલપીજી સિલિન્ડરનો નવો ભાવ આજથી અમલમાં આવ્યો છે. જોકે સબ્સિડીવાળા ઘરેલૂ વપરાશવાળા એલપીજી સિલિન્ડરની કિંમતમાં કોઈ પણ ફેરફાર કરાયો નથી. વ્યાપારી ઉપયોગ માટે 19 કિલોગ્રામ વજનવાળું એલપીજી ગેસ સિલિન્ડર હવે રૂ. 1,473.50માં મળશે. આ પહેલાં એની કિંમત રૂ. 1,595.50 હતી.

મુંબઈમાં કમર્શિયલ એલપીજી ગેસ સિલિન્ડરનો નવો ભાવ રૂ. 1,422.50 થયો છે. દિલ્હીમાં રૂ. 1,473.50, કોલકાતામાં રૂ. 1,544.50 અને ચેન્નાઈમાં રૂ. 1,603 થયો છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular