Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessસ્માર્ટફોનમાં ઇન્ટરનલ સ્પેસ ઓછી છે? અપનાવો આ આઇડિયા...

સ્માર્ટફોનમાં ઇન્ટરનલ સ્પેસ ઓછી છે? અપનાવો આ આઇડિયા…

નવી દિલ્હીઃ આજકાલ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા લોકોને તેમના ફોનમાં ઓછી સ્પેસની સમસ્યા સતાવતી હોય છે. દરરોજ વોટ્સએપ પર હજારો સંદેશ, ફોટો મેસેજીસ અને વિડિયો આવતા હોય છે, જેને લીધે સ્માર્ટફોનમાં ઇન્ટરનલ સ્ટોરેજ ઓછી થવા લાગે છે. જો તમારા ફોનમાં ઇન્ટરનલ સ્ટોરેજ ફુલ રહેશે તો એની અસર ફોનના પર્ફોર્મન્સ પર પડશે. આવામાં અહીં અમે તમને તમારા સ્માર્ટફોનમાં સ્ટોરેજ કઈ રીતે વધારી શકો છો, એની માહિતી આપીએ છીએ… ફાલતુ ફાઇલ્સને આ રીતે ડિલીટ કરો

જો તમે તમારા ફોનમાં એક-એક ફોટો અથવા વિડિયો ડિલીટ કરશો તો તમારો ઘણો સમય બરબાદ થશે. એટલે સૌથી પહેલા તમારો ફોન લેપટોપ કે ડેસ્કટોપ સાથે એટેચ્ડ કરો. ત્યાર બાદ ફાલતુ ફાઇલ્સને ડિલીટ કરીને તમે તમારા ફોનમાં સ્ટોરેજ વધારી શકો છો.

નકામી એપ ડિલિટ કરો

જો તમારા સ્માર્ટફોનમાં ઘણી બધી એપ હોય અને તમે કેટલીકનો ઉપયોગ ન કરતા હો તો સૌથી પહેલાં એવી એપને દૂર કરો. એનાથી ફોનમાં સ્પેસ તો વધશે જ, સાથે પર્ફોર્મન્સ પણ સ્મૂથ રહેશે.

જો તમે એન્ડ્રોઇડ સ્માર્ટફોનનો ઉપયોગ કરતા હો તો એના સેટિંગમાં જઈને આ રીતે નકામી ફાઈલ્સ અને એપ્સ ક્લીયર કરવાથી ફોનમાં સ્ટોરેજ વધી જશે અને ફોન પણ સ્મૂથ પણ ચાલશે. આવું દરરોજ કરવું પડશે, જેથી ફોન સારી રીતે ચાલે.

એક્સ્ટ્રા ફાઇલ્સ ડિલિટ કરો

જો તમે આઈફોનનો ઉપયોગ કરતા હો તો તમે ફોનના સેટિંગ્સમાં જઈને જનરલ પર ક્લિક કરો અને ત્યાર બાદ સ્ટોરેજ અને iકલાઉડ સ્ટોરેજ પર ક્લિક કરો. એ પછી મુખ્ય સ્ટોરેજમાં જાઓ, જ્યાં તમને તમારો ફોનનું સ્ટોરેજ અને તેનું ડિવિઝન દેખાશે, એ પછી તમે એક્સ્ટ્રા ફાઇલ્સ ડિલિટ કરી શકો છો અને સ્પેસ વધારી શકો છો.

માઇક્રો એસડી કાર્ડની મદદ લો

ફોનમાં એક્સ્ટ્રા સ્પેસ બનાવવા માટે તમે માઇક્રો એસડી કાર્ડની મદદ લઈ શકો છો અને હેવી ફાઇલ્સને કાર્ડમાં મુવ કરીને ફોનના સ્ટોરેજમાં સારી સ્પેસ બનાવી શકો છો.

ક્લાઉડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરો

ઈ-મેલથી જોડાયેલી ફાઇલ્સને આપણે ડાઉનલોડ કરી લઈએ છીએ, જેથી ફોનમાં એ ફાઇલ સેવ થઈ જાય છે. આવું બધાની સાથે દરરોજ બનતું હોય છે. એટલે આવી ફાઇલ્સને ડિલિટ કરીને તમે સારી સ્પેસ વધારી શકો છો. તમે ક્લાઉડ સ્ટોરેજનો પણ ઉપયોગ કરીને ફોનમાં સ્પેસ બનાવી શકો છો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular