Saturday, May 17, 2025
Google search engine
HomeNewsBusinessવિગન-ખાદ્યપદાર્થોને મળી નવી-ઓળખ; ભારતે બહાર પાડ્યો નવો-લોગો

વિગન-ખાદ્યપદાર્થોને મળી નવી-ઓળખ; ભારતે બહાર પાડ્યો નવો-લોગો

નવી દિલ્હીઃ શાકાહારી અને માંસાહારી ખાદ્યપદાર્થોનું સેવન કરનારા ઘણા છે. આ પ્રકાર ઉપરાંત એક ત્રીજો પ્રકાર પણ છે – વિગન. વિગન લોકો દૂધની બનાવટો અને ઈંડાનું સેવન કરતાં નથી. વિગન ફૂડ પર્યાવરણપૂરક હોવાનું કહેવાય છે. તે માટે બજારમાં જુદી જુદી વનસ્પતિઓમાંથી બનાવેલા પદાર્થો ઉપલબ્ધ છે. ભારતમાં ખાદ્યપદાર્થો (ફૂડ)ની ચકાસણી કરતી કેન્દ્રીય એજન્સી ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (FSSAI)એ વિગન ફૂડ પ્રોડક્ટ્સ માટે નવો ‘વિગન’ લોગો બહાર પાડ્યો છે. એજન્સીએ આ સાથે વિગન ફૂડ પ્રોડક્ટ્સ માટે નવા નિયમોની પણ જાહેરાત કરી છે.

જે રીતે શાકાહારી પદાર્થોને દર્શાવવા માટે લીલા રંગનું ટપકું છે અને માંસાહારી પદાર્થોને ઓળખવા માટે લાલ રંગનું ટપકું હોય છે, તેવી રીતે હવે વિગન પદાર્થો નવા લીલા રંગના લોગોથી ઓળખી શકાશે. લોગોમાં લીલા રંગનો મોટો ‘V’ માર્ક વિગન ફૂડને દર્શાવે છે. લોગોમાં સાથોસાથ અંગ્રેજીમાં પહેલી એબીસીડીમાં VEGAN શબ્દ પણ લખ્યો છે. FSSAIના જણાવ્યા મુજબ, વિગન ખાદ્યપદાર્થોમાં કોઈ પણ પ્રાણીનાં અવશેષો-ઘટકોનો ઉપયોગ કરાતો નથી. આમાં દૂધ અને દુગ્ધજન્ય પદાર્થો, માંસ, ચિકન, માછલી, ઈંડા, મધ, રંગ અને હાડકા, ચામડીનો પણ સમાવેશ કરાતો નતી. આ પદાર્થો સંપૂર્ણપણે વનસ્પતિમાંથી જ બનાવેલા હોય છે. કોરોનાવાઈરસ મહામારી ફેલાતાં ભારતમાં અને દુનિયામાં ઘણે ઠેકાણે શાકાહારી અને વિગન ખાદ્યપદાર્થોનો ઉપયોગ વધી ગયો છે. તેથી જ ભારત સરકારે વિગન પદાર્થોને અલગ ઓળખ આપવા નવો લોગો અને નવા નિયમો બહાર પાડ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular